મુંબઈ, તા.14
શનિવારે પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર 75 રન આપ્યા હતા. 18.75ના ઇકોનોમી-રેટથી બોલિંગ કરીને તેણે માત્ર ત્રણ બોલ ડોટ ફેંક્યા હતા. છ ચોગ્ગા અને સાત છગ્ગા આપીને તે IPL ના ઇતિહાસનો સૌથી ખર્ચાળ ભારતીય બોલર બન્યો છે.
આ પહેલાં ભારતીય ફાસ્ટ બોલર મોહિત શર્માના નામે એક સ્પેલમાં સૌથી વધુ 73 રન આપવાનો રેકોર્ડ હતો. તેનો ઓવરઑલ રેકોર્ડ આ સીઝનની શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સના જોફા આર્ચરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 76 રન આપીને તોડયો હતો.
આ અનિચ્છનીય રેકોર્ડ બનાવીને મોહમ્મદ શમીએ એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે IPL માં 70-પ્લસ રન આપવા છતાં મેચ જીતનાર પહેલો બોલર બન્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy