બીજી સહકારી સંસ્થામાં ‘ઈફકો’વાળી થતા રહી ગઈ

ખેંચતાણ ખત્મ: નાફેડમાં મોહન કુંડારીયા બીનહરીફ: ભાજપે દખલગીરી ન કરી!

Gujarat, Politics | Rajkot | 15 May, 2024 | 03:50 PM
ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા: જયેશ રાદડીયા-દિલીપ સંઘાણીની દરમ્યાનગીરીથી ઘરમેળે સર્વસંમતિ
સાંજ સમાચાર

રાજકોટ.તા.15
દેશની ટોચની સહકારી સંસ્થા ઈફકોની ચૂંટણીમાં આંતરિક લડાઈથી ભાજપની પ્રતિષ્ઠા ખરડાયા બાદ નાફેડમાં તેનુ પુનરાવર્તન અટકયુ હતું. નાફેડના એક ડાયરેકટરની ચૂંટણી માટે ભાજપના જ પાંચ આગેવાનોએ ફોર્મ ભર્યા બાદ સર્વસંમતિ સાધી લેવામાં આવી હતી. રાજકોટના પુર્વ સાંસદ મોહન કુંડારીયા બીનહરીફ થયા હતા. બાકીના ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

દેશની જાણીતી સહકારી સંસ્થા ઈફકોમાં આગામી 21મીએ ચૂંટણી યોજાવાની છે તેમાં ગુજરાતની એક બેઠક છે. ભાજપનું વર્ચસ્વ ધરાવતી સંસ્થામાં ગુજરાતના જ પાંચ આગેવાનોએ ફોર્મ ભરતા જબરી ઉતેજના સર્જાઈ હતી. પરંતુ સહકારી નેતા જયેશ રાદડીયા તથા દિલીપ સંઘાણીએ દરમ્યાનગીરી કરતા ઘીના ઠામમાં ઘી પડી ગયુ હતું. આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો.

મગન વડાવીયા સહિત ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા હવે એકમાત્ર મોહન કુંડારીયા બાકી રહ્યા હતા અને તેઓ બીનહરીફ થવાનું સ્પષ્ટ બની ગયુ હતું. ભાજપ તથા સહકારી આગેવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગત સપ્તાહમાં ઈફકોની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓ વચ્ચે લડાઈ થતા તથા ભાજપના સતાવાર ઉમેદવારની હાર થતા પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. ભાજપે બીપીન પટેલને ઉમેદવાર બદાવ્યા હતા પરંતુ જયેશરાદડીયાએ મેદાનમાં ઝુકાવીને ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો હતો જેને પગલે સહકારી ક્ષેત્રમાં ભાજપની ડખલગીરી સહિતના સવાલો ઉભા થવા લાગ્યા હતા.

આ હકીકતને ધ્યાને રાખીને ભાજપ દ્વારા નાફેડની ચૂંટણીમાં દખલગીરી કરવાનું ટાળવામાં આવ્યુ હોવાનું કહેવાય છે. જો કે, એવી ચર્ચા છે કે પાર્ટી દ્વારા કોઈ મેન્ડેટ આપીને ખુલ્લામાં કોઈને સમર્થન જાહેર કરવામાં આવ્યુ ન હોવા છતાં પાછલા દરવાજેથી સૂચના આપી દેવામાં આવી હતી.

સહકારી આગેવાનોએ એમ કહ્યું કે દિલીપ સંઘાણી અને જયેશ રાદડીયાએ સર્વસંમતિ સર્જવામાં અને ખેંચતાણ દુર કરાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.
નાફેડની ચૂંટણીમાં ઈફકોની જેમ ચુંટણી ટળી જતા ભાજપ તથા સહકારી નેતાઓએ હાશકારો અનુભવ્યો હતો. મહત્વની વાત એ છે કે ઈફકો અને નાફેડ જેવી હોવાની સહકારી સંસ્થાઓમાં ગુજરાતની બેઠકમાં સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટનો જ દબદબો રહ્યો છે.

નાફેડને કેન્દ્ર સરકાર દ્વારા ઘણુ કામ સોંપવામાં આવ્યુ હોવાથી તેની કામગીરીને પણ મોટો સુધારો થયો છે. સરકારની આયાત-નિકાસ જેવા વ્યવહાર નાફેડ મારફત જ કરાવવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj