કેરળમાં ચોમાસાનું આગમન: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ

India | 30 May, 2024 | 02:37 PM
હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત: નિર્ધારીત સમય કરતાં ચોમાસાએ બે દિવસ વહેલો પ્રવેશ મેળવ્યો: હવે પૂર્વોત્તર ભારતમાં એન્ટ્રી લેશે
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.30
ભીષણ ગરમીમાં શેકાઇ રહેલા ભારતીયોને હવે રાહત મળવાના એંધાણ હોય તેમ દેશમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. 1 જુનની નોર્મલ તારીખ કરતાં બે દિવસ વહેલું ચોમાસુ આવી ગયું છે. હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગયાની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. કેરળમાં સર્વત્ર ભારે વરસાદ હોવાના રીપોર્ટ છે. 

હવામાન વિભાગે જાહેર કર્યું છે કે કેરળમાં ચોમાસાની એન્ટ્રી બે દિવસ વહેલી થઇ છે. અને પૂર્વત્તર ભારતમાં મોટાભાગના વિસ્તારો તરફ ચોમાસુ આગળ વધવા લાગ્યું છે. આવતા દિવસોમાં પણ ચોમાસુ પ્રગતિ કરશે અને તેને પગલે તબકકાવાર જુદા-જુદા ક્ષેત્રોને હિટવેવમાંથી રાહત મળવા લાગશે. કેરળના કોટાયમ જિલ્લાના અનેક ભાગોમાં ચોમાસાનો પ્રથમ ભારે વરસાદ નોંધાયો હતો. પૂર્વત્તર ભારતમાં અનેક રાજ્યોમાં આજે જ ચોમાસાનો પ્રવેશ થઇ જવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસાનો વરસાદ નોર્મલ કરતાં વધુ રહેવાની આગાહી હવામાન વિભાગે અગાઉથી જ કરી દીધી હતી. ચાર દિવસ પૂર્વે પશ્ર્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડુ ત્રાટક્યું હતું એટલે ચોમાસાની પ્રગતિને લાભ મળ્યો હતો.

કેરળમાં આગમન સાથે ચોમાસુ હવે બાકીના ભાગો કવર કરવા લાગે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર-ગુજરાત સહિતના રાજ્યોમાં જુનના પ્રથમ પખવાડિયામાં ચોમાસાની એન્ટ્રી થઇ જવાનું માનવામાં આવી રહ્યું છે.

ચેરાપુંજીમાં 24 કલાકમાં 26 ઇંચ: ત્રણ દિવસમાં 48 ઇંચ વરસાદ વરસ્યો
ભારતમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશ પૂર્વે જ મેઘાલયના  ચેરાપુંજીમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં 26 ઇંચ પાણી વરસી ગયું હતું. હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે ચેરાપુંજીમાં છેલ્લા 72 કલાકથી એકધારો જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 634 મી.મી. (26 ઇંચ) પાણી વરસ્યું હતું જ્યારે છેલ્લા 72 કલાકમાં 1202 મી.મી (48 ઇંચ) પાણી વરસી ગયું છે આ સિવાય સિલ્ચરમાં 16 ઇંચ, હાફલોંગમાં 16 ઇંચ પડ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj