મોરબી: બાગાયતના વિવિધ ઘટકમાં સહાય મેળવવા 31 મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

Local | Morbi | 09 May, 2025 | 12:13 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.9
બાગાયતના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે બાગાયતદાર ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ 2.0 ઉપર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 226-227-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના  સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

સરકારના બાગાયત ખાતાની વર્ષ 2025-26 માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, ઔષધિય પાકો, હાઇબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, કંદ ફુલો, દાંડી ફુલો, છુટા ફુલો, હની એક્ષ્ટ્રેક્ટર (4 ફ્રેમ), ફૂડ ગ્રેડ ક્ધટેઇનર (30 કિ.ગ્રા.), મધમાખી પેટી/બોક્ષ સમૂહ સાથે, મધમાખી હાઇવ માટે સહાય, અનાનસ (ટીસ્યુ), અન્ય સુગંધિત પાકો જેવા કે, પામારોઝા, લેમન ગ્રાસ, તુલસી, ખસ, વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો, પોલીહાઉસ / નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ અને શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય, પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ, સેવંતી અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, મસાલા પાકો, વગેરે જેવા 21 ઘટકોમાં લાભ લેવા ખેડૂતો માટે તા.31/05/2025 સુધી આઇ-ખેડુત પોર્ટલ 2.0 -  http//ikhedut.gujarat.gov.in ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

મંગળવારે હળવદમાં ઔદ્યોગિક ભરતી મેળો
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.13/5 ના રોજ સવારે 11:00 કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી આધાર પુરાવાઓની સાથે ત્યાં હાજર રહેવા માટે જણાવ્યુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj