મુંબઇ, તા. 4
મધ્ય પૂર્વમાં સતત વધતા જતાં તનાવની અસર આજે ત્રીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં જોવા મળી છે અને સતત પાંચમાં ટ્રેડીંગ સેશનમાં કડાકા સાથે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 800 પોઇન્ટ તુટ્યો હતો જ્યારે નીફટીમાં પણ 50 પોઇન્ટના કડાકા સાથે પ્રથમ વખત તે 2500 હજારની નીચે સરકી ગયો છે.
છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સ 4000 પોઇન્ટ ઘટતા રોકાણકારોના રૂા.15 લાખ કરોડનું ધોવાણ થયું છે. શેરબજારના મધ્ય પૂર્વેના યુદ્ધ અને ચાઇનાની કોમ્બો ઇફેક્ટ જોવા મળી છે. આજે પ્રારંભમાં થોડી મજબૂતી જોવા મળી હતી પરંતુ બાદમાં જેમ જેમ યુદ્ધ મોરચાના સમાચાર આવતા ગયા તેમ તેમ સેન્સેક્સમાં ઘટાડો શરુ થઇ ગયો હતો
નીફટી પણ મહત્વના 25 હજારની પ્રતિકારક સપાટી ગુમાવીને ઘટ્યો હતો. એફઆઇઆઇ દ્વારા આક્રમક વેચવાલી ચાલુ રહી છે અને તેને કારણે આજે સપ્તાહના અંતે માર્કેટ રેડમાં બંધ આવ્યું હતું. સેન્સેક્સ 859 તુટીને 81637 નોંધાયો હતો. જ્યારે નીફટીમાં 271 પોઇન્ટનો કડાકો થઇને 24978 નોંધાયો છે.
ફાર્મા સ્ટીલ સહિતની સ્ક્રોપ્ટમાં કડાકા જોવા મળ્યા છે. રીલાયન્સ આજે 40 રૂપિયા તૂટીને 2773ની સપાટીએ પહોંચ્યો હતો. રીલાયન્સમાં બોનસ શેર માટે પાર્ટલી પેઇડ શેરમાં નાણા ભરવાની તારીખ લંબાવીને કંપનીએ એ રોકાણકારોને રાહત આપી છે જેઓ હજુ પણ તે તક ચૂકી ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy