નવી દિલ્હી :
વર્ષ 2024માં વિશ્વના 53 દેશોમાં લગભગ 30 કરોડ લોકો ભયંકર ભૂખમરા સામે ઝઝૂમી રહ્યા હતા. આ સંખ્યા 2023ની તુલનામાં 1.37 કરોડ વધારે છે અને સતત છઠ્ઠું વર્ષ છે જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ’ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ રિપોર્ટ 2025’માં આ જાણકારી સામે આવી છે. વિશ્લેષણ કરાયેલા દેશોમાં, લગભગ 23% વસ્તીને પૂરતો અને સલામત ખોરાક મળ્યો ન હતો.
આ કટોકટીનાં મુખ્ય કારણો :-
સંઘર્ષ અને હિંસા: 20 દેશોમાં લગભગ 140 મિલિયન લોકો આને કારણે ખોરાકની કટોકટીમાં ફસાઈ ગયા છે.
કુદરતી આપત્તિઓ: અલ નીનોએ 18 દેશોમાં દુષ્કાળ અને પૂરનું કારણ બન્યું હતું, જેમાં 96 મિલિયન લોકોને અસર થઈ હતી.
આર્થિક કટોકટી : 15 દેશોમાં 59.4 મિલિયન લોકો મોંઘવારી અને બીજાં કારણોને લીધે ભૂખમરાથી પીડાતા હતા.
વિસ્થાપન : લગભગ 95 મિલિયન લોકોને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં શરણાર્થીઓ અને આંતરિક રીતે વિસ્થાપિત લોકોનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy