રાજકોટ, તા. 18
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. જોકે રાજકોટ સહિતના શહેરોમાં સવારે ઝાકળવર્ષા થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. કચ્છના નલીયામાં આજે 8.6 ડિગ્રી તાપમાન હતું. રાજકોટમાં 12.4, અમરેલી 14.2, ભાવનગર 15.8, ભુજ 12.4, પોરબંદરમાં 12.8 ડિગ્રી પર પારો હતો જયારે ડીસામાં 12.8, અમદાવાદ 16, વડોદરા 16.2, દ્વારકામાં 16.2, વેરાવળમાં 17 ડિગ્રી ન્યુનતમ તાપમાન હતું.
જુનાગઢ
છેલ્લા 6 દિવસોથી તાપમાનનો પારો સતત ગગડતા હીમભર્યુ વાતાવરણ વચ્ચે લોકોમાં ઘરમાંથી કામ વગર નીકળવાનું માંડી વાળ્યું હતું. ગઇકાલે ઠંડીનો પારો 11.3 હતો તે આજે સવારે વધારો થઇને 12.9 ડિગ્રીએ ઉંચો પહોંચી જતા ઠંડી ઘટવા પામી છે. મહતમ તાપમાન 14.6 ડિગ્રીએ નોંધાતા ધીમે ધીમે ઠંડી ઘટવાની શરૂઆત થઇ રહી છે.
વાતાવરણમાં ભેજ વધીને 89 ટકા નોંધાતા વહેલી સવારે ઝાકળ જોવા મળી હતી. પવનની ગતિ ગઇકાલે 10.3 પ્રતિ કલાક કિ.મી. હતી તે આજે પવનની ગતિ ઘટીને 4.8 પ્રતિ કલાક કિ.મી. નોંધાઇ છે. ઠંડો પવનની ગતિ ઘટતા ઠંડીમાં લોકોએ આજે થોડી રાહત અનુભવી હતી.
જામનગર
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તામપાનમાં 2.5 ડિગ્રી ઉચાઈને 15.5 ડિગ્રી પહોંચતા ઠડીમાં આંશિક ધટાડો થયો હતો.સતત બીજા દિવસે પવનની ગતિ પ્રતિકલાક 9.1 કિમિ રહી હતી. આજે પવનનું જોર વધતા વાતાવરણમાં ઠાર સાથે ઠંડક રહી છે.
આજે શહેરમાં લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. સવારે હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા રહેવા પામેલ અને પ્રતિ કલાક 9.1 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.
જો કે બપોરે પવનની રફતાર ઘટી જાય છે. છતાં પણ વાતાવરણમાં ઠંડક યથાવત રહેતા નગરજનોને આખો દિવસ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. શહેરનું મહતમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy