વાનખેડેમાં મુંબઈની હૈદરાબાદ સામે જીતની હેટ્રીક

India, Sports | 18 April, 2025 | 10:44 AM
હૈદરાબાદના બેટરો સ્ફોટક રમત રમી ન શકયા, પ્રથમ છગ્ગો છેક 18મી ઓવરમાં લાગ્યો : 163 રનનો ટારગેટ મુંબઈએ 18.1 ઓવરમાં પાર કરી લીધો
સાંજ સમાચાર

IPL 2025ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટે સનરાઈઝર્સ હૈદરાબાદને માત આપી હતી. હૈદરાબાદની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં ધીમી પિચ પર 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા.

મુંબઈની ટીમે 18.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન સાથે 196 રન બનાવી ટાર્ગેટ ચેંઝ કરી લીધો હતો. વાનખેડે સ્ટેડિયમમાં 2022 બાદ મુંબઈએ હૈદરાબાદ સામે સળંગ ત્રીજી છત નોંધાવી છે. હૈદરાબાદની ટીમ આ સ્ટેડિયમમાં હોમ ટીમ સામે નવમાંથી માત્ર બે મેચ જીતી શકી  છે.

ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઊતરેલા હૈદરાબાદના બેટર્સ સામે મુંબઈના બોલર્સનો દબદબો જોવા મળ્યો હતો. હૈદરાબાદના ઓપનર્સ અભિષેક શર્મા (28 બોલમાં 40 રન) અને ટ્રેવિસ હેડે (29 બોલમાં 28 રન) કેટલાંક જીવતદાનના આધારે 40 બોલમાં 59 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

ચોથી વિકેટ માટે હેનરીક ક્લાસેન (28 બોલમાં 37 રન) અને નીતીશ કુમાર રેડ્ડી ( 21 બોલમાં 19 રન) ની 31 રનની ભાગીદારીના આધારે હૈદરાબાદની ટીમ 100 પ્લસનો આંકડો વટાવી શકી હતી. યંગ બેટર અનિકેત વર્મા (આઠ બોલમાં 18 રન) અને કેપ્ટન પેટ કમિન્સ (ચાર બોલમાં આઠ રન)ની છઠ્ઠી વિકેટ માટેની અણનમ 26 રનની પાર્ટનરશિપથી ટીમ માંડમાંડ 150 પ્લસ રનનો સ્કોર પાર કરી શકી હતી.

મુંબઈ બોલર્સે એવી ધારદાર બોલિંગ કરી હતી કે હૈદરાબાદની ઇનિંગ્સનો પહેલો છગ્ગો છેક 18મી ઓવરમાં આવ્યો હતો. સ્પિનર વિલ જેક્સ (14 રનમાં બે વિકેટ)ને મુંબઈ તરફથી સૌથી વધુ વિકેટ મળી હતી, જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા સ્ટાર બોલર્સને એક-એક સફળતા મળી હતી.

મુંબઈના ઓપનર રાયન રિકલ્ટને (23 બોલમાં 31 રન) સાથી ઓપનર રોહિત શર્મા (16 બોલમાં 26 રન) સાથે 32 રનની ઓપનિંગ અને બીજી વિકેટ માટે વિલ જેક્સ (26 બોલમાં 36 રન) સાથે 37 રનની પાર્ટનરશિપ કરીને જજીતનો મજબૂત પાયો નાખ્યો હતો.

વિલ જેક્સે ત્રીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ (15 બોલમાં 26 રન) સાથે બાવન રનની ભાગીદારી કરીને જીત પાકી કરી લીધી હતી. તિલક વર્મા (17 બોલમાં 21 રન અણનમ) અને કેપ્ટન હાર્દિક પંડયા (નવ બોલમાં 21 રન)ની ઇનિંગ્સના આધારે મુંબઈએ અગિયાર બોલ પહેલાં જીત મેળવી હતી. હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર્સ પેટ કમિન્સ (26 રનમાં ત્રણ વિકેટ) અને ઈશાન મલિંગા (36 રનમાં બે વિકેટ) સૌથી સફળ રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj