ઉનાળામાં મનપાના તરણકુંડો ફુલ; તા.1થી અંતે રેસકોર્સ સ્વીમીંગ પુલમાં ધુબાકા શરૂ

Saurashtra | Rajkot | 26 April, 2025 | 03:42 PM
લોકમાન્ય તિલક સ્નાનાગારનું સંપૂર્ણ રીનોવેશન થઇ ગયું : એક મહિનામાં અન્ય ચાર પુલમાં સાડા સાત હજાર સભ્યો નોંધાયા : આકરા તાપમાં કુલ કુલ વાતાવરણ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અલગ અલગ ચાર સ્વીમીંગ પુલમાં એક મહિનામાં 7439 સભ્યોની નોંધણી થઇ છે. તો સંપૂર્ણ રીનોવેશન બાદ હવે તા.1-5, ગુરૂવારથી રેસકોર્સનો લોકપ્રિય સ્વીમીંગ પુલ શરૂ કરવાની જાહેરાત મહાપાલિકાએ કરી છે. જેની નોંધણી તા. 28થી શરૂ થશે. રાજકોટમાં આકરા તાપ અને ગરમીમાં સ્પોર્ટસ સુવિધામાં  સ્વીમીંગ પુલો બાળકો સહિતના વર્ગ માટે ફેવરીટ બન્યા છે.

કોર્પો.ની વિવિધ રમત ગમતની સુવિધાઓમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર સાધુવાસવાણી રોડ માટે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા તા.27-3થી શરૂ કરવામાં આવી હતી.

દરમ્યાન મહાનગરપાલિકા હસ્તકની રેસકોર્ષ સ્નાનાગાર શાખા ખાતેના શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ જે હાલ જુલાઇ-2024 થી એપ્રિલ-2025 સુધી રિપેરીંગ, રિનોવેશનની કામગીરી માટે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવેલ હતો. જે હાલ તા.1-5થી ફરીથી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવશે. જેમાં સ્નાનાગાર ખાતે શિખાઉ, જાણકાર તથા ચિલ્ડ્રન સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સ્નાનાગારની સુવિધાઓનુ ત્રીમાસીક રજીસ્ટ્રેશન તા.28-4 સોમવારના રોજ સવારે 11 કલાકથી www.rmc.gov.inષ પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. ગત ચોમાસા દરમ્યાન રેસકોર્ષ લોક માન્ય તિલક સ્નાનાગાર રીનોવેશન ની કામગીરી માટે બંધ કરવામાં આવ્યો હતો.

આ જગ્યાએ ચિલ્ડ્રન તથા મુખ્ય બંને સ્વીમીંગ પુલ નવા બનાવવા, પાઇપલાઇન બદલવા, નવી ટાઇલ્સ સહિતનો 1.63 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. હવે આ કામગીરી તા.30-4 સુધીમાં પૂર્ણ કરી આગામી માસથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે.

કયા પુલમાં કેટલા સભ્યો નોંધાયા
1    શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર, કોઠારીયા રોડ    2363
2    શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, કાલાવડ રોડ    2690
3    શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ        1809
4    શ્રી જીજાબાઇ સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડ        577
    કુલ નોંધાયેલ સભ્યોની સંખ્યા            7439

રેસકોર્સ સ્વીમીંગ પુલમાં શું શું રીનોવેશન
♣મુખ્ય સ્વીમીંગ પુલ તથા ચિલ્ડ્રન સ્વીમીંગ પુલની ટાઈલ્સનું નવીનીકરણ તથા વોટરપ્રુફીંગ કામ
♣ડેક એરિયાનું વિસ્તૃતિકરણ તથા બ્યુટીફીકેસન
♣ચિલ્ડ્રન માટે બોયસ તથા ગર્લ્સ શાવર રૂમ
♣પતરાંના ટેમ્પરરી પમ્પીંગ રૂમને બદલે નવુ પાકું બાંધકામ
♣એક્વા જીમ માટે હોલની સુવિધા
♣બેલેન્સીંગ ટેંકનું વિસ્તૃતિકરણ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj