ધોરાજી તાલુકાની વિધવા પર સામુહિક દુષ્કર્મમાં નણંદોયાની જામીન અરજી રદ્દ

Crime | Dhoraji | 15 May, 2024 | 12:20 PM
સાંજ સમાચાર

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી, તા. 1પ

ધોરાજી તાલુકાની વિધવા ઉપર થયેલ સામૂહિક દુષ્કર્મમાં નંણદોયાની જામીન અરજી સેશન કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ અરજદાર અશોકભાઈએ આગોતરા જામીન અરજી કરી હતી. આ ફરિયાદની હકીકત એવી છે કે ભોગ બનનાર વિધવા એ સૌપ્રથમ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી કે બનાવના દિવસે તેમના બંને નણંદ તરફથી ભોગ બનનારના હાથ પકડી રાખેલ અને સાસુની સૂચના મુજબ બે બે નણંદોયાએ દુષ્કર્મ આચરેલ. ધોરાજી પોલીસ તરફથી આ ગુનો શરૂઆતમાં નોંધેલો ન હતો તેથી ભોગ બનનાર ગુજરાતની વડી અદાલતમાં દાદ માંગેલી હતી. 

આવા સંજોગોમાં ગુનો નોંધાતા આરોપીઓએ તમામ ગુજરાતની વડી અદાલતમાં જઈ અને એફઆઇઆર રદ કરવાની માંગણી કરેલી હતી. જે સબબ ગુજરાતની વડી અદાલતે મહિલા આરોપીઓ પૂરતો સ્ટે આપેલો અને બંને નણંદોયા ઉપરના આક્ષેપો જોઈ તેમના વિરુદ્ધ કોઈ રક્ષણ આપેલું ન હતું. ત્યારબાદ અરજદાર અશોક એલઈબીના ડિફેન્સ સાથે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રજૂ થઈ અને આગોતરા જામીનનું રક્ષણ માંગેલું હતું. 

આ તબક્કે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે ભોગ બનનાર ની ફરિયાદ જોવામાં આવે તો તેમાં સગા નંણદોયા ઉપરના આક્ષેપો છે. તેમાં અન્ય નણંદોયા વોટસઅપમાં અતિ વિભંશ કહી શકાય અને જાહેરમાં અદાલતમાં પણ વાંચી ન શકાય તેટલા હિનકક્ષાના શબ્દો વાપરેલા છે. તે વોટસઅપ ના સ્ક્રીનશોટ રજૂ થયેલા છે. તપાસ નાજુક તબક્કામાં છે. 

આરોપી અરજદારનો કસ્ટોડિયલ ઇન્વેસ્ટીગેશન તે પોલીસ નો સ્ટેચ્યુટરી રાઈટ છે. ગુન્હા ના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આવા સંજોગોમાં આ પ્રકારના આરોપીને આગોતરા જામીન નું રક્ષણ આપી શકાય નહીં. બંને પક્ષની દલીલો સાંભળી અને ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે અરજદાર અશોકની આગોતરા જામીન અરજી રદ કરેલી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj