ખેતીમાં આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સોનેરી સંગમ એટલે યોગિક ખેતી

બ્રહ્માકુમારીઝ દ્વારા ભારતીય કૃષિ-સંસ્કૃતિ પર આધારિત પ્રાકૃતિક યોગિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો

Local | Rajkot | 30 May, 2024 | 03:29 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 30
બ્રહ્માકુમારીઝ-રાજકોટ દ્વારા ભારતીય કૃષિ સંસ્કૃતિ પર આધારિત પ્રાકૃતિક યોગિક ખેતી તાલીમ કાર્યક્રમ બુધવારે યોજાયો હતો. જેમાં 100 થી વધુ ખેડૂતોએ તત્પરતાથી ભાગ લીધો હતો અને યોગિક ખેતી માટે સંકલ્પબધ્ધ થયા હતા.

હેપ્પી વિલેજ ત્રંબા ખાતે બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર  ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ કાર્યક્રમની થીમ હતી-નવા યુગ માટે નવી ખેતી. દિવસભરના આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતીમાં  આધ્યાત્મિકતા, આધુનિકતા, નવીનતા, સરળતાથી વધુ ઉપજ લાવી શકાય તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. 

આ તકે  નાબાર્ડ - મુંબઈના પૂર્વ જનરલ મેનેજર બ્ર. કુ. રાજેશભાઈ દવે અને તેમની નિષ્ણાંત ટીમે  ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપ્યા હતા. રાજેશભાઈ દવેએ જણાવ્યું હતું કે, જરૂરી નથી કે મબલખ પાક લણીએ પરંતુ એ નિહાયત જરૂરી છે કે સાત્વિક પાક લણીએ. મતલબ કે સાત્વિક તરિકાથી ખેતી કરીએ. ભારત સૂર્યના કિરણોનો દેશ છે. અહીં 365 દિવસ સૂર્યપ્રકાશ પ્રાપ્ત છે. જરૂર છે ભેજ અને યોગ્ય ખાતરની. પછી જુઓ તમારા ખેતર કેવા લહેરાય છે.

તેમણે યોગિક અને સાત્વિક ખેતી વિષે જણાવ્યું હતું કે, આપણે બધા મળીને બધું વાવીએ. માત્ર આર્થિક ઉપાર્જન માટે નહીં પરંતુ શુદ્ધ અને પવિત્ર મનથી પાક વાવીએ. ખેતી કરતા કરતા આપસમાં ખુશી, પ્રેમ વ્યક્ત કરતા કામ કરીએ. પરમાત્માની યાદમાં રહીને વાવણી કરી હશે તો તેની લણણી પણ બમણી થશે. પ્રકૃતિ આશીર્વાદ આપશે. કેમ કે, જે પ્રકૃતિનું રક્ષણ કરે તો સામે પ્રકૃતિ તેનું રક્ષણ કરે જ છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભારત ખેતીપ્રધાન દેશ છે પરંતુ આજે દર મિનિટે સરેરાશ 7 ખેડૂત ખેતી છોડી રહ્યા છે.  હવે સમય પાકી ગયો છે યોગિક ખેતીનો,  સમય પાકી ગયો છે સાત્વિક ખેતીનો. આ ભારત દેશ છે જેમાં ધરતીને માતા અને ખેડૂતને જગતનો તાત-જગતનો અન્નાદાતા કહેવાય છે. આપણો ખેડૂત વિદેશના ખેડૂતથી પણ સમૃદ્ધ છે. બસ આપણને જરૂર છે સાચા જ્ઞાનની, સાચી સમજની. આપણે સંગઠનમાં સારું ઉત્પાદન અને ઉપજ લેવાની જરૂર છે. એના માટે આધ્યાત્મિકતાથી ખેતી, ભાઈચારાના ભાવથી ખેતી કરીએ તો આપણો ખેડૂત ક્યાનો ક્યા પહોંચી જાય. આપણે યોગિક ખેતી વિશ્વને શીખવવાની છે તે એક દિવસ જરૂર પ્રચલિત થશે બસ માનસ ચેન્જની જરૂર છે. 

કાર્યક્રમના પ્રારંભમાં સર્વે ગણમાન્ય મહેમાનોનું તુલસીના પૌધાથી સ્વાગત કરાયું હતું. સ્વાગત પ્રવચન બ્રહ્માકુમારી ચેતનાબેને કર્યું હતું. આ ઉપરાંત વિશેષ સ્થાને ડો. વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકના જનરલ મેનેજર સખીયા, નાયબ બાગાયત નિયામક ખાતાના બોઘરા, પ્રોજેક્ટ ડાયરેક્ટર હસમુખભાઈ વાદી તથા જિલ્લા વિકાસ નાબાર્ડ ચૌહાણ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj