રાજકોટ, તા.30
બેંગ્લોર ખાતે ઝેરી દવા પી જનાર રાજકોટની નેપાળી યુવતી પૂજા કુમારી સંજયભાઈ સાઉડ (ઉ.વ.18)નું સારવારમાં મોત થયું હતું. પૂજાના પિતા સાધુવાસવાણી રોડ પર જનકપુરી કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ છે. પૂજા મામાના ઘરે બેંગલોર ગયા બાદ સાત દિવસ પહેલા પગલું ભરી લીધું હતું.
આ અંગે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યા મુજબ, પૂજાને આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અત્રે ઇમર્જન્સી વિભાગના ડો.આર એમ સાહેબ જોઈ તપાસી તેને મૃત જાહેર કરી હતી.
સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ સી.જે. ઝાલા અને રાઈટર ભગીરથસિંહ રાણાને જાણ કરાતા જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. પિતા સંજયભાઈ ભક્તવીરભાઈ સાઉડની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, પૂજા 3 ભાઈ 1 બહેનમાં મોટી હતી. છ એક મહિના પહેલા બેંગ્લોરમાં વર્તુળ બલગીરી રોડ પર એસ એસ શોપિંગ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અને ત્યાં જ રહેતા મામા વિરેન્દ્રના ઘરે ફરવા માટે ગઈ હતી.
જ્યાં સાત દિવસ પહેલા તેણીએ ઝેરી દવા પી લીધી હતી તેને પ્રથમ બેંગ્લોર ની વિક્ટોરિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યાંથી બેંગ્લોરની મનીપાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર કરાવી હતી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી.
અત્રે તેને સારવાર મળે તે પહેલાં જ મૃત જાહેર કરાઈ હતી. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy