ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ડાબા પગમાં ઈન્જરીને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. ગયા અઠવાડિયે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર બે બોલ ફેંક્યા બાદ પગમાં દુખાવો થતાં પંજાબ કિંગ્સના આ 33 વર્ષના બોલરે મેદાનની બહાર બેસવું પડ્યું હતું.
પંજાબના ફાસ્ટ બોલિંગ કોચ જેમ્સ હોપ્સે ગઈ કાલે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ટુર્નામેન્ટના છેલ્લા તબક્કામાં પણ તેના પાછા ફરવાની શક્યતા ઓછી છે. પંજાબ માટે આ એક મોટો ફટકો છે, કારણ કે બે કરોડ રૂપિયાનો આ બોલર મિડલ ઓવર્સમાં તેમનો મુખ્ય બોલર રહ્યો છે.
આ સીઝનમાં 9.17ની ઈકોનોમીથી રન આપી ચાર મેચમાં પાંચ વિકેટ લેનાર આ બોલર ફુટ ઇન્જરીને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી પણ બહાર થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy