દ્વારકાના મોજપના દરિયા કાંઠે 10 કરોડનું બિનવારસી ચરસ મળ્યું

Local | Jamnagar | 11 June, 2024 | 04:12 PM
પ્લાસ્ટીકના પેકિંગમાં 20 પેકેટમાં 21 કિલોગ્રામ ચરસ મળી આવતા સ્થાનિક પોલીસે જથ્થો કબજે કર્યો: તપાસનો ધમધમાટ શરૂ
સાંજ સમાચાર

જામખંભાળીયા, તા.11

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમુદ્ર તટ વિસ્તારમાં વધુ એક વખત આજે 10 કરોડથી વધુનીકિંમતનું ચરસ બીન વારસી હાલતમાં કબજે લઇ તપાસ આગળ ધપાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક પોલીસ અને એસઓજીના પેટ્રોલીંગ દરમ્યાન ચરસનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી રહી છે. ત્યારે આજે દ્વારકાના મોજપના દરિયા કાંઠા વિસ્તારમાંથી 20 જેટલા પ્લાસ્ટિકના પેકીંગમાં પેક કરેલા ચરસનો 21 કિલોગ્રામ જથ્થો અંદાજીત કિંમત રૂા.10 કરોડથી વધુનો બીન વારસી હાલતમાં કબ્જે લેવામાં આવ્યો છે.

 દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામ નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી શુક્રવારે મોડી રાત્રિના સમયે દ્વારકા પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ બાચકામાંથી સાંપળેલા 30 પ્લાસ્ટિકના પેકેટમાં રહેલો આશરે 32 કિલોથી વધુ વજનનો ડ્રગ્સ (ચરસ) બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.

આશરે રૂપિયા 16.03 કરોડ જેટલી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા ચરસના આ જથ્થા સંદર્ભે દ્વારકા પોલીસ મથકમાં શનિવારે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા આ ચરસના જથ્થાને પોલીસે કબજે લઈ અને આગળની કાર્યવાહી કરી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ શખ્સો દ્વારા ચોક્કસ કારણોસર ત્યજી દેવામાં આવેલા ડ્રગ્સના આ જથ્થા પૈકી વધુ કેટલોક જથ્થો ઝડપાય તેવી સંભાવના વચ્ચે આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની પણ અટકાયત થાય તે માટે વિવિધ દિશાઓમાં પણ તપાસ જારી રાખવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj