ઇન્કમટેક્સના નાના ગુનામાં ફોજદારી નહીં; માત્ર પેનલ્ટી

India | 11 June, 2024 | 03:41 PM
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ હેઠળ તુર્તમાં કેન્દ્ર રાહત આપશે: નાણાં-ગુના માટે મર્યાદા નક્કી કરાશે
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.11
કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકારે સત્તારૂઢ થતાની સાથે જ મહત્વના કાર્યોમાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે. હવે આવકવેરામાં સામાન્ય ગુનામાં ફોજદારી અપરાધ ગણવાનું બંધ કરીને માત્ર પેનલ્ટી ફટકારવાની જોગવાઇ કરતો નિયમ લાગૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.

વેપારી ઉદ્યોગ જગત દ્વારા લાંબા વખતથી ઇન્કમટેક્સમાં નાના ગુના-કાયદાભંગને ફોજદારી શ્રેણીમાંથી બહાર કાઢવા તથા તેના સ્થાને માત્ર પેનલ્ટીનો નિયમ દાખલ કરવાની માગણી થતી રહી હતી.

કેન્દ્રના નાણાં વિભાગના સૂત્રોએ કહ્યું કે નવી સરકારના 100 દિવસની કામગીરીના એજન્ડામાં ઇઝ ઓફ ડુઇંગના બિઝનેશનો મુદ્દો મુખ્ય છે. આવકવેરા કાયદાની કેટલીક કલમ-જોગવાઇઓને અપરાધિક શ્રેણીમાંથી બહાર કાઢવાની વિચારણા છે. નાના ગુના માટે નાણાંકીય મર્યાદા સાથેની વ્યાખ્યા નક્કી થશે. નાના ગુના-નિયમભંગમાં અપરાધિક કેસને બદલે માત્ર પેનલ્ટી લાગૂ કરવામાં આવશે. ઇઝ ઓફ ડુઇંગના બિઝનેશની સાથોસાથ કેસોનો ભરાવો રોકવાનો પણ ઉદેશ છે.

સૂત્રોના કહેવા પ્રમાણે આવકવેરા કાયદામાં હાલ પ્રોસીક્યુશનની જ જોગવાઇ છે. કેટલીક જોગવાઇઓ અપરાધિક શ્રેણીમાંથી બહાર કઢાશે અન્ય કલમો માટે ‘કમ્પાઉન્ડીંગ’ જોગવાઇ થશે અર્થાત એકથી વધુ વખત સમાન ગુનામાં અપરાધિક કેસ થશે અન્યથા પેનલ્ટી જ લાગશે. આ સમગ્ર મામલે નાણાં મંત્રાલય તથા સરકારમાં ચર્ચા ચાલી રહી છે. નિયમ ભંગની મર્યાદા કેટલી રાખવી તેના પર નિર્ણય લેવાનો બાકી છે.

પ્રવર્તમાન કાયદાકીય જોગવાઇ હેઠળ ટીડીએસ ભરવામાં વિલંબ જેવા ગુનાઓમાં પણ ફોજદારી ફરિયાદની જોગવાઇ છે. વિવિધ નિયમભંગ બદલ ત્રણ માસથી સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj