લાગે છે કે રાજયના નેતાઓ હાર નથી પચાવી શકયા

બહુમતી ન મળતા ગુજરાતના ભાજપના નેતા અકળાયા: મતદારોને શ્વાન કહી દીધા!

Gujarat | Ahmedabad | 08 June, 2024 | 04:53 PM
શ્વાનનો ફોટો પોસ્ટ કરી લખ્યું- શ્વાનને વિકાસ સાથે કોઇ મતલબ નથી
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 7
લાગે છે કે ભાજપના નેતાઓ હાર પચાવી નથી શકયા, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ એક બાદ એક નેતાઓ વિવાદમાં આવી રહ્યા છે. ગઈકાલે સુરત ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.

જોકે, હજુ આ વિવાદ શાંત પડ્યો નથી ત્યાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ આડકતરી રીતે મતદારોની સરખામણી શ્વાન સાથે કરતા ખળભળાટ મચી ગયો છે. જોકે, તેઓની આ પોસ્ટને લઈને ભારે વિવાદ સર્જાતા તેઓએ તાત્કાલિક આ પોસ્ટને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કરી નાખી હતી. 

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે. જોકે, હજુ સુધી નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા નથી, આ પહેલા હવે નેતાઓએ અસલી રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરની વિવાદિત પોસ્ટથી ઘમાસાણ મચી ગયું છે. 

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે આડકતરી રીતે મતદારોની સરખામણી શ્વાન સાથે કરી છે. મહામંત્રી રત્નાકરે ’કેટલું પણ સારું કામ કરવામાં આવે અમુક લોકોને તેના સાથે મતલબ નથી હોતો...’

તેવા લખાણ સાથે નવા બની રહેલ રોડ અને તેના પર ચાલી રહેલ શ્વાનનો ફોટો ટ્વીટ કર્યો હતો. આ સાથે જ તેઓએ લખ્યું હતું કે, આ તસવીરથી આપણને એ શિક્ષા મળે છે કે ’શ્ર્વાન’ને ’વિકાસ’ સાથે કોઈ મતલબ હોતો નથી.  

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj