મહિલાના ઘરમાં તોડફોડ કરનાર કુખ્યાત આરીફ કયડા ઝડપાયો: સોડા બોટલ ક્રાઈમ બ્રાન્ચ સામેથી ચોરી કર્યાની કબુલાત

Crime | Rajkot | 15 May, 2024 | 04:33 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.15
ભોમેશ્વરમાં મહિલાના ઘરમાં સોડાબોટલના ઘા કરી તોડફોડ કરનાર કુખ્યાત આરીફ કયડાને ગાંધીગ્રામ પોલીસે દબોચી લીધો હતો. પુછતાછમાં તેને સોડાબોટલ ક્રાઈમ બ્રાંચ સામે આવેલ કનૈયા હોટલમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપતા તેની સામે પ્રનગર પોલીસે ચોરીની કલમ હેઠળ અલગથી ગુન્હો નોંધ્યો હતો.

બનાવ અંગે ભોમેશ્વરમાં ગોકુળીયાપરા મેઈન રોડ પર રહેતા દિનેશ ખોડાભાઈ ફાંગલીયા (ઉ.50) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ જામનગર રોડ પર આવેલ ડીસીપી પોલીસ સ્ટેશન સામે કનૈયા પાન એન્ડ ટી નામની ચા, પાન, કોલ્ડ્રીંકસની હોટલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વધુમાં જણાવ્યું હતું કે તેઓ દરરોજ સવારે પાંચ વાગ્યે હોટલ ખોલે છે અને મોડી રાત્રે બંધ કરે છે તેમજ સોડાની ખાલી બોટલો દુકાનની બહાર જ ગાલામાં મુકે છે.

સોડાની બોટલો રાત્રે પણ હોટલની બહાર જ પડેલ હોય છે. ગઈ તા.23-4ના રાત્રે એકાદ વાગ્યાની આસપાસ હોટલ બંધ કરી સોડાની બોટલો હોટલ બહાર રાખેલ હતી. બીજા દિવસે તેઓ હોટલ પર આવતા બહાર રાખેલ સોડાની ખાલી બોટલો 12 નંગ જોવા મળી ન હતી. જે અંગે સોડા બોટલ નંગ 12 કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પ્રનગર પોલીસે ગુન્હો નોંધી તસ્કરને શોધવા તપાસ આદરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા કુખ્યાત આરીફ કયડાએ ભોમેશ્વર પ્લોટ શેરી નં.12માં રહેતા રસીદાબેન મુનાફભાઈ જુણેજાના મકાન પર અન્ય શખ્સો સાથે મળી સોડા બોટલના ઘા કરી તોડફોડ કરી ધમકી આપી હતી. જે મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. ત્યારબાદથી આરીફ ફરાર હતો.

ગઈકાલે પોલીસે તેને દબોચી લીધા બાદ પુછતાછમાં કબુલાત આપી હતી કે તેને સોડા બોટલ ક્રાઈમ બ્રાંચની ઓફીસ સામે આવેલ કનૈયા હોટલની બહારથી ચોરી કરી હતી. જે અંગે પ્રનગર પોલીસને જાણ કરાતા આરીફ વિરુદ્ધ ચોરીની કલબ હેઠળ પણ અલગથી ગુન્હો નોંધાયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj