નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ તેની પત્ની આરતી અહલાવતથી અલગ થઈ શકે છે. એવી ચર્ચા છે કે, છેલ્લાં કેટલાક સમયથી આ બંને અલગ રહે છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધાં છે. સૂત્રોનું માનીએ તો બંને છૂટાછેડા લઈ શકે છે.
વીરેન્દ્ર સેહવાગ અને આરતીનાં લગ્ન વર્ષ 2004 માં થયાં હતાં. તેમને બે પુત્રો છે. આર્યવીરનો જન્મ 2007 માં થયો હતો અને વેદાંતનો જન્મ 2010 માં થયો હતો.
ચાહકો અનુસાર, દિવાળી પર વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર તેનાં બે પુત્રો અને તેની માતા સાથેની એક તસવીર શેર કરી હતી, પરંતુ તેણે આરતીની કોઈ તસવીર શેર કરી ન હતી.
બે અઠવાડિયા પછી, તેણે પલક્કડમાં એક મંદિરની મુલાકાત લીધી, જ્યાં તેણે ફોટાઓ શેર કર્યા હતાં પરંતુ ત્યાં પણ આરતીનો કોઈ ઉલ્લેખ નહોતો. સોશિયલ મીડિયા જોનારાઓ કહે છે કે, બંને એકબીજાથી દૂર છે અને ટૂંક સમયમાં ડિવોર્સ લઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy