નવી દિલ્હી તા.24
સંસદમાં સાંસદો વચ્ચે અવારનવાર બબાલ થતી હોય છે અને માર્શલોને બોલાવવા પડતા હોય છે પણ આજે તો વકફ સંશોધન બિલ પર બનેલી જેપીસી-પોઈન્ટ પાર્લામેન્ટ કમીટીની બેઠકમાં પણ હંગામો મચી ગયો હતો ત્યાં સુધી કે માર્શલને બોલાવવા પડયા હતા.
વિપક્ષોએ આક્ષેપ લગાવ્યો હતો કે, બેઠકમાં જે થઈ રહ્યું હતું તે અઘોષિત કટોકટી જેવુ હતું. વિપક્ષોનો આરોપ હતો કે તેમને સાંભળવામાં નહોતા આવતા. આ બેઠક દરમિયાન હંગામો એટલો વધી ગયો હતો કે માર્શલને બોલાવવાની નોબત આવી હતી.
વિપક્ષ નેતા અસદુદીન ઔવૈસી, કલ્યાણ બેનર્જી સહિત 10 સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ બન્ને ઉપરાંત મોહમ્મદ જાવેદ, એ.રાજા, નસીર હુસેન, મોહીબુલ્લાહ, મોહમ્મદ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમ ઉલ હક, ઈમરાન મસુદને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે ભાજપ દિલ્હી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને વકફ સંશોધન વિધેયક પર રિપોર્ટને ઝડપથી સ્વીકાર કરવા પર જોર દઈ રહી છે.
તૃણમુલ સભ્ય કલ્યાણ બેનર્જી અને કોંગ્રેસ સદસ્ય નસીર હુસેન બેઠકની બહાર ચાલ્યા ગયા હતા અને પત્રકારોને જણાવ્યું હતું કે સમીતીની કાર્યવાહી એક ‘તમાશા’ બની ગઈ છે. તેમણે માંગ કરી હતી કે પ્રસ્તાવિત સંશોધનોની રજે રજની તપાસ માટે 27 જાન્યુઆરીએ યોજાનારી બેઠકને 30 જાન્યુઆરી કે 31 જાન્યુઆરી માટે ટાળી દેવામાં આવે.
જેપીસીની બેઠક 27 જાન્યુઆરી સુધી સ્થગીત કરી દેવાઈ છે. મીરવાઈઝ સામે વિપક્ષોએ હંગામો કર્યો: ભાજપ સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું હતું કે ખાસ કરીને ઔવૈસીનું માનવું હતું કે જમ્મુ-કાશ્મીરના પુરા પ્રતિનિધિત્વને સાંભળવામાં નહોતું આવ્યું અને ચુંટાયેલા પ્રતિનિધિઓને બોલાવવા જોઈતા હતા.
આજની બેઠકમાં ચર્ચા થવાની હતી. વિપક્ષના સુચનના આધારે અધ્યક્ષે સ્થગીત કરી દીધી પણ મીરવાઈઝ સામે આ લોકોએ હંગામો કર્યો હતો. સંસદીય લોકશાહીની વિરુદ્ધ કામ કર્યું હતું.
ટીએમસી સાંસદ કલ્યાણ મુખર્જીએ કહ્યું હતું કે અધ્યક્ષ કોઈનું નથી સાંભળતા આ જમીનદારી જેવું છે. બીજી બાજુ ભાજપ સાંસદ અને જેપીસી સભ્ય અપરાજીતા સારંગીએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન કલ્યાણ બેનર્જીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓએ અધ્યક્ષ જગદમ્બિક પાલ સામે ખૂબ જ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy