નવી દિલ્હી,તા.13
હવે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી બંધ કરાવવા માટે વધુ રાહ નહીં જોવી પડે. અગાઉ એસઆઈપી કેન્સલ કરાવવામાં 10 વર્કીંગ દિવસ લાગતા હતા. આટલા દિવસ પહેલા પોતાની બેન્કના ખાતાની સ્થિતિનું અનુમાન લગાવવું કઠીન હતું પણ હવે માત્ર બે વર્કીંગ દિવસમાં જ એલઆઈપી કેન્સલ થઈ જશે.
અહેવાલો મુજબ આ નવો નિયમ સેબીએ બધી મ્યુચ્યુઅલ ફંડ કંપની માટે અનિવાર્ય કરી દીધો છે. નવો નિયમ 1 ડિસેમ્બર 2024થી લાગુ થઈ ગયો છે.
શું છે ફેરફાર?:
આ નિયમ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પ્રકારના એસઆઈપી પર લાગુ થાય છે. એટ્ટેઈનિકસ ક્ધસલ્ટીંગના સ્થાપક અભિજીત તાલુકદાર કહે છે કે સામાન્ય રીતે લોકો કોઈ આર્થિક પરેશાની કે અન્ય કારણે એસઆઈપીનો હપ્તો તેની નિશ્ચિત તારીખની નજીક જ કેન્સલ કરાવી શકે છે.
જો એસઆઈપી ટ્રીગર થઈ ગઈ અને ખાતામાં પુરતા પૈસા નથી તો કસ્ટમર્સે ઈસીએસ રિટર્ન કે મેન્ડેટ રિટર્ન ચાર્જીસ આપવા પડતા હતા. હવે આ સમસ્યા લગભગ હલ થઈ ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy