નવી દિલ્હી તા.20
અહીં પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા મોબિલીટી એકસ્પોમાં 2018 મોડલની રોલ્સ રોયસ ફેન્ટન-8 સૌથી મોંઘી જૂની કાર બની છે. તેની કિંમત 8.99 કરોડ રૂપિયા છે. કુલ 12700 કિલોમીટર ચાલેલી આ કાર બિગ બોસ ટોયઝ કંપનીના પ્રદર્શનમાં લાગી છે. આ સાથે જ તેના નવા મોડેલની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે.
કંપનીના સેલ્સ પ્રમુખ વિજય દહિયાએ જણાવ્યું હતું કે પ્રદર્શનમાં જૂની કારો હાજર છે. તેમાં રોલ્સ રોયસ ઉપરાંત આરએસકયુ જેવી ગાડીઓ મોજૂદ છે. સૌથી વધુ લોકો રોલ્સ રોયસને જોવા માંગે છે. રોલ્સ રોયસની વર્ષ 2022ના મોડલની ફેન્ટમ-8 કાર પણ પ્રદર્શનમાં મોજૂદ છે. તેની કિંમત 11.99 કરોડ રૂપિયા છે. રોલ્સ રોયસની આ કાર દુનિયાની સૌથી ઓછો શોર કરનારી કારમાં સામેલ છે. 100 કિલોમીટરની સ્પીડે દોડવા છતાં પણ કારની કેબિનમાં 9 ડેસીબલથી વધુ અવાજ નથી આવતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy