TRP કાંડના છઠ્ઠા દિ’એ રાજકોટ દોડી આવતા પ્રભારીમંત્રી પટેલ; કલેકટર કચેરીમાં બેઠકનો ધમધમાટ

Local | Rajkot | 30 May, 2024 | 04:04 PM
મ્યુ.કમિશનર દેસાઈ, પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ત્રિવેદીની ઉપસ્થિતિ: અગ્નિકાંડના મુદ્દે ચર્ચા: રીપોર્ટ લેવાયો
સાંજ સમાચાર

રાજકોટ તા.30

 ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના છઠ્ઠા દિવસે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે એકાએક રાજકોટ દોડી આવી જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશી, મ્યુનિ. કમિશનર દેસાઈ, પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ત્રિવેદી સાથે ખાસ બેઠક યોજી અગ્નિકાંડના મુદ્દે ચર્ચા કરી અધિકારીઓ પાસેથી રીપોર્ટ લીધો હતો.

 રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટનો પ્રવાસ કાર્યક્રમ અગાઉથી જાહેર કર્યા વગર આજે ઓચીંતા કલેકટર કચેરી ખાતે આવી ચડતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે આ ગેમઝોનની દુર્ઘટનાનાં પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી તાબડતોબ રાજકોટ દોડી આવ્યા હતા. તેઓએ દુર્ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

તેમજ આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર વ્યકિતઓના પરિવારજનોને દિલોસોજી અને શાંત્વના પાઠવી હતી. તેમજ આ દુર્ઘટના સંદર્ભે વહીવટી તંત્ર પાસેથી રીપોર્ટ લીધો હતો. અગ્નિકાંડની આ દુર્ઘટના બાદ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પણ દુર્ઘટનાના ચોથા દિવસે પ્રગટ થતા રૂપાલા સામે સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળો પર વિરોધ પ્રગટયો હતો. હવે રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ આ દુર્ઘટનાના છઠ્ઠા દિવસે એકાએક રાજકોટ દોડી આવી તેઓએ કલેકટર કચેરી ખાતે કલેકટર, મ્યુનિ. કમિશ્ર્નર, પોલીસ કમિશનર કર્યો હતો કે તેઓની તબીયતના કારણે તેઓ આવી શકેલ ન હતા.

પરંતુ એવી ચર્ચા વહેતી થઈ છે કે આ દુર્ઘટના બાદ લોકોનો આક્રોશ વધી રહ્યો હોય ડેમેજ કંટ્રોલના ભાગ રૂપે ભાજપ સરકાર દ્વારા મંત્રીઓને રાજકોટ દોડાવવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા ધડાધડ પગલા લેવાનો દોર શરૂ રાખવામાં આવેલ છે.

►TRP અગ્નિકાંડના દોષિતોને કડક સજા કરો

સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતી દ્વારા કલેકટર તંત્રને આવેદનપત્ર

રાજકોટ તા.30
 ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડના દોષિતોને કડક સજા કરવાની માંગણી કરી સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા જીલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરવામાં આવી હતી. આ અંગે સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિના રાજકોટ શહેર પ્રમુખ રવિભાઈ ડોબરીયા, તથા જાગૃતિબેન જોશીએ જણાવ્યું હતું કે આ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 28 જેટલા માસુમ વ્યકિતઓના જીવ ગયેલ છે.

આ દુર્ઘટના કાંડની તપાસમાં ફાયર સેફટીનો અભાવ અને પરમીશન વગર આ ગેમઝોન ચાલી રહ્યાનું ખુલેલ છે. તેમાં અનેક લોકોની સંડોવણી છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતોને કડક સજા કરી પીડિત પરિવારોને ન્યાય આપવામાં આવે તેવી તેઓએ માંગણી કરી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj