આઈ.ટી.આઈ રાજકોટ ખાતે નવા સત્રના વિવિધ કોર્સ માટે પ્રવેશની ઓનલાઈન પ્રક્રિયા શરૂ

Local | Rajkot | 30 May, 2024 | 03:24 PM
તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા માસિક સ્ટાઇપેન્ડ પણ ચુકવાય છે
સાંજ સમાચાર

રાજકોટ:તા 30 
આઈ.ટી.આઈ રાજકોટ ખાતે પ્રવેશસત્ર -2024 સત્રના વિવિધ કોર્સમાં પ્રવેશની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. રાજકોટમાં ભાવનગર રોડ, આજીડેમ ચોકડી પાસે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ માટે તા.13 જૂન-2024 સુધી વિવિધ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરાશે.
સરકારી મહિલા આઇ ટી આઇ, સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા ડીસેબલ- રાજકોટ,ઔદ્યોગીક તાલીમ સંસ્થા- જેતપુર ( વિરપુર) માં  એડમિશન ચાલુ થયેલ છે. 

જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ કોર્સની તાલીમ અપાય છે. તાલીમાર્થીઓ સફળ રીતે તાલીમ પૂર્ણ કરી વિવિધ કોર્સના NCVT અને NCVT સર્ટીફીકેટ મેળવી સરકારી નોકરી, ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મેળવી શકે છે આઈ.ટી.આઈ કરેલ તાલીમાર્થીઓને કેન્દ્ર સરકારની અગ્નિવીર જેવી યોજનામાં પણ વધારાના માર્ક્સ અપાય છે. ધોરણ-10 પછી 2 વર્ષનો આઈ.ટી.આઈ.નો કોર્સ કરેલ તાલીમાર્થી ધોરણ-12ની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી ધોરણ-12 પાસ સમકક્ષ સર્ટીફીકેટ મેળવી શકે છે. તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા માસિક સ્ટાઇપેન્ડ ચુકવાય છે પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી પ્રવેશફોર્મ ભરી શકે છે.

 આર્મેચર મોટર રીવાઈન્ડીંગ, ટુ વ્હીલર ઓટો રીપેરર, વેલ્ડર, સુઈંગ ટેકનોલોજી, વુડ વર્ક ટેકનીશીયન (કાર્પેન્ટર), પ્લમ્બર, સર્ટી. કોર્ષ ઇન હેર એન્ડ સ્કીન કેર,વાયરમેન અને સોલાર ટેકનીશીયન, મિકેનિક ડીઝલ, હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, સર્ટી. કોર્ષ ઇન સોફ્ટવેર  સહિત મહિલાઓ માટે COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ,COPA  ડ્રેસ મેકીંગ,FDT ફેશન ડીઝાઇન ટેકનોલોજી

,BCT કોસ્મેટોલોજી,HSI હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર,COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ વર્ષે મહિલાઓ ને ઓછા ચાર્જ સાથે ડ્રાઇવિંગ શીખવામાં આવશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj