ઉના પંથકમાં કથાકાર રાજુગીરીબાપુ સામે કોળી-ઠાકોર સમાજમાં આક્રોશ

Local | Veraval | 22 May, 2024 | 10:45 AM
કોળી સમાજ સંકલન સમિતિ, કોળી સેના દ્વારા ડે.કલેક્ટરને આવેદનપત્ર
સાંજ સમાચાર

ઉના, તા.22
ઉનાના સીમર ગામે એક શિવકથામાં કથાકાર રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ તેના વિરૂધ્ધ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને વિવિધ ચાર માંગો સાથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી કોળી સમાજના વિવિઘ સંગઠનો જેમાં સમસ્ત કોળી સમાજ સંકલન સમિતિ, કોળી સેના, યુવા કોળી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, કોળી સેના નાં જિલ્લા પ્રમુખ  દીપાબેન બાંભણીયા, રામજીભાઇ પરમાર, મહેશભાઇ બારૈયા, રસિકભાઇ ચાવડા, અજયભાઈ બાંભણીયા, ભરતભાઈ શિંગડ, દીપકભાઈ બાંભણીયા કમલેશભાઈ સોલંકી, નિલેષભાઈ ડાભી સહિતના આગેવાનો, યુવાનો અને તાલુકાના ગામોના યુવાનો બહોળી સંખ્યામાં લોકો એ ઉના ડે.કલેકટર લેખિત આવેદન પત્ર રજુઆત કરી હતી.

આ બાબતે આવેદનમાં જણાવ્યા મુજબ તા.19 મે 2024ના રોજ શોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા કોળી અને ઠાકોર સમાજનું વ્યાસપીઠ બેસી અપમાન કરતા કથાકારનો કથિત વિડીયો વાઈરલ થયો હતો. 

ઉના તાલુકાના સીમર ગામે શિવ કથાના વક્તા રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજને નીચ, નિમ્ન ગણાવી સંબોધ્યા હતા. સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ નિયમાનુસાર ફરિયાદ દાખલ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગણીછે, 

તા.4મે 2024 સુધી આચાર સંહિતા અમલમાં હોઈ તો કથા કરવા માટે મંજુરી લીધેલી છેકે કેમ? અને જો મંજુરી લીધા વગર કથા કરવામાં આવી હોઈતો આયોજકો અને કથાકાર રાજુબાપુ વિરુધ આચાર સંહિતા ભંગ, મંજૂરીના નિયમોનું ઉલંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી થાય,એક કથાકારને ન શોભે તેવા શબ્દો બોલી વ્યાસપીઠને કલંક લગાડેલ છેતે બદલ આવનારા પાંચ વર્ષ સુધી તેમને કથા કરવા પર રોક લગાવવામાં આવે અને  રાજુબાપુ દ્વારા લેખિતમાં સમગ્ર કોળી અને ઠાકોર સમાજની માફી માંગવામાં આવે, આમ તો કહેવાતા કથાકાર દ્વારા જે ભૂલ કરી છેતે અક્ષમ્ય છે તેમ છતાં સમગ્ર કોળી અને ઠાકોર સમાજની વિવિધ માંગોને સંતોષવામાં આવે તેવી માંગ છે.

આ ધટનાની પ્રતિકિયા આપતા કોળી સમાજ ના અગ્રણી એડવોકેટ રામજીભાઈ પરમાર એ જણાવેલ કે પવિત્ર સ્થાને બેસી ને અમારા પૈસે કથા કરવી અને અમારા સમાજ વિશે નિચકક્ષાની ટીપણી કરીને રડી માફી માંગવી એ પહેલા કોઈ સમાજ વિશે બોલતા પહેલા વિચારવુ જોઈએ રાજુબાપુ કથાકાર નહી ઢોઞી કલાકાર છે તેમણે જણાવેલ કે આ અગાઉ ઞુજરાત સરકાર ના મંત્રી કનુભાઈ દેશાઈ એ પણ કોળી સમાજ વિરૂદ્ધ નિવેદન આપેલ છે.

આવા સમાજ વિરૂદ્ધ બોલનાર ને ચુંટણી આચાર સહિતા પુરી થતા ની સાથે જવાબ આપીશુ.

ઞીર સોમનાથ જીલ્લ કોળી સેના ના મહિલા પ્રમુખ દિપાબેન બાંભણીયા એ રોષ વ્યક્ત કરતા જણાવેલ કે શિવ પૂરાણ જેવુ પવિત્ર ઞ્રથ વાંચીને કથાકાર કથા કરતા હોય અને કોળી ઠાકોર સમાજ વિરૂદ્ધ બોલી ને સમગ સમાજ ની લાઞણી દુભાય તેવુ કૃત્ય ને શખત રીતે વખોડી એ છીએ અને કથાકાર રાજુબાપુ સામે કડક કાર્યવાહી કરવા માગણી કરાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj