રાજકોટનાં અગ્નિકાંડથી ધ્રુજેલી રાજય સરકારની વહિવટી વાસ્તવિકતા

સાંસદો-ધારાસભ્યોની ‘પ્રજાકીય પ્રશ્નો’ની 500 થી વધુ ફરિયાદો મહિનાઓથી પેન્ડીંગ

Gujarat | Ahmedabad | 28 May, 2024 | 12:20 PM
રાજકોટની ‘માનવસર્જીત’ દુઘર્ટનામાં જે વિભાગમાં બે અધિકારી સસ્પેન્ડ થયા છે તે માર્ગ-મકાનમાં જ સૌથી વધુ ‘પેન્ડીંગ મુદ્દા’
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.28
રાજકોટના ભયાનક અગ્નિકાંડે સમગ્ર રાજય સરકારને હચમચાવી નાખી ઉપરાંત ભ્રષ્ટ્ર-લાપરવાહ સીસ્ટમ સામે સવાલ ઉભા કર્યા છે ત્યારે રાજયમાં માર્ગ, પાણી પુરવઠા, ડ્રેનેજ, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની માળખાકીય સેવાઓને લગતી નાગરીકોની સમસ્યા સુચવતી સાંસદો-ધારાસભ્યોની 694 બાબતો-સુચનો હજુ પેન્ડીંગ રહ્યા છે. કમીટી ઓફ સેક્રેટરીની ગત સપ્તાહમાં મળેલી બેઠકમાં આ પેન્ડીંગ મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં સાંસદો તથા ધારાસભ્યો પ્રજા-નાગરીકોની પાયાની સમસ્યાઓ વિશે જુદા જુદા વિભાગોને સુચનો સાથેની ફરીયાદ કરતા હોય છે અને તેને ‘રેફરન્સ’ સાથેની ફરીયાદ કરતા હોય છે અને તેને રેફરન્સ કહેવાય છે.સચીવ સમિતિમાં તે હાથ પર લેવાય છે અને તેના આધારે યોગ્ય નિર્ણયો થાય છે. માર્ગ પાણી પુરવઠા ડ્રેનેજ, વિજળી જેવા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રનાં મુદાઓ ધ્યાને લેવાતા હોય છે.

સતાવાર માહિતી પ્રમાણે સાંસદો-ધારાસભ્યોનાં 694 રેફરન્સ પેન્ડીંગ છે. તે પૈકી 632 ગત મહિના સુધી પેન્ડીંગ હતા જયારે ચાલુ મહિનામાં નવી 132 સુચનો સાથે ફરીયાદો થઈ હતી. ચાલુ માસમાં 61 ફરીયાદોનો નિકાસ થયો હતો.

સતાવાર રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 156 ફરીયાદો સુચનો 6 માસ કરતાં વધુ સમયથી પેન્ડીંગ છે. જયારે 267 ફરીયાદો છ માસથી પેન્ડીંગ છે. 249 નો ત્રણ મહિનાથી ઉકેલ નથી. 22 ફરીયાદો છેલ્લા એક મહિનાથી છે.

સુત્રોના કહેવા પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની સૌથી વધુ 289 ફરીયાદો માર્ગ મકાન વિભાગમાં પેન્ડીંગ છે. જયારે મહેસુલ વિભાગમાં 90 તથા શહેરી વિકાસ વિભાગની 69 ફરીયાદો પેન્ડીંગ છે.

રાજય સરકારનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી તથા ધારાસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીઓની આચારસંહીતા અમલમાં હોવાને કારણે સાંસદો-ધારાસભ્યોની ફરીયાદોનો નિકાલ લાવવામાં મુશ્કેલી હતી. આ ફરીયાદો વિશે સંબંધીત વિભાગોમાં વિસ્તૃત ચર્ચા થઈ જ ગઈ છે.

સરકારી અધિકારીનો બચાવ છતા 694 માંથી 500 થી વધુ ફરીયાદો તો ત્રણ મહિના કરતા વધુ જુની છે એટલે વહીવટીતંત્ર ગોકળગાયની ગતિએ જ ચાલુ હોવાની છાપ ઉપસી રહી છે. રાજકોટના અગ્નિકાંડે સરકારી વિભાગોની બેદરકારી સાબીત કરી જ દીધી છે. માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓ પણ સસ્પેન્શનનાં પગલામાં ઝપટે ચડી જ ગયા છે અને આ વિભાગની જ સૌથી વધુ ફરીયાદો હોવાનું સુચક છે.

રાજકોટનાં અગ્નિકાંડના આક્રોશ બાદ રાજય સરકારે ગંભીરતાપૂર્વક કદમ ઉઠાવવાનું શરૂ કરી જ દીધુ છે. વહીવટી ગતિશીલતા વધે છે કે કેમ તેના પર હવે મીટ રહેશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj