નવી દિલ્હી તા.19
ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાનમાં ત્રાસવાદી મથકોને નિશાન બનાવ્યા બાદ પાકિસ્તાને ભારતમાં કચ્છથી કાશ્મીર સુધી હવાઈ હુમલા કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને તોડી પડાયા હતા.
હવે એ ઘટ્ટસ્ફોટ પણ થયો છે કે પાકિસ્તાને અમૃતસરમાં સ્વર્ણમંદિર પર પણ હવાઈ હુમલા કરવા પ્રયત્ન કર્યો હતો અને અનેક ડ્રોન અમૃતસરના આકાશમાં પહોંચે તે પહેલા જ તોડી પાડવામાં આવ્યા હતા.
હરમનમંદિર સાહિબ તરીકે ઓળખાતા અને ભારત સહિત દુનિયાભરના શીખો માટે સૌથી મહત્વપૂર્ણ આસ્થાનું સ્થાન સુવર્ણ મંદિરની સુરક્ષા માટે હવાઈદળે અગાઉથી જ આયોજન કરી લીધુ હતુ અને એરડિફેન્સ સીસ્ટમ પણ ગોઠવી હતી.
પાકિસ્તાને તા.8ના મધરાત્રે સ્વર્ણ મંદિર પર હુમલા માટે અનેક ડ્રોન અને રોકેટ છોડયા હતા. પરંતુ ભારતીય સેનાએ તે પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ અંગે માહિતી આપતા જનરલ ઓફીસર કમાન્ડ ઈન ચીફ મેજર જનરલ કાર્તિકના નેતૃત્વની ઈંફેંટ્રીના જણાવ્યા મુજબ ભારતીય સેનાને અગાઉથી જ ખ્યાલ હતો કે પાકિસ્તાન નાગરિક અને ધાર્મિક વિસ્તારોને પણ નિશાન બનાવી શકે છે.
8 મે ના બપોરે પાકિસ્તાન તરફથી સ્વર્ણમંદિર પર ભારે હુમલાનો પ્રયાસ થયો હતો. પરંતુ તમામ મિસાઈલ-ડ્રોન તથા રોકેટ તોડી પાડવામાં આવ્યા હતા અને મંદિરની આસપાસ એકપણ પાકિસ્તાની હુમલો પહોંચી શકયો ન હતો.
મેજર જનરલે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા થયેલા હુમલાને ખાળવા માટે આકાશ એર ડિફેન્સ સીસ્ટમ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સેનાએ આ અંગે પાક હુમલા પરથી એક વિડીયો તૈયાર કર્યો છે અને તેમાં કઈ રીતે પાકિસ્તાનના હુમલાને તોડી પાડવામાં આવ્યો તે દર્શાવાયુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy