મોસ્કો (રશીયા) તા.23
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર અભિયાન અંતર્ગત પાકિસ્તાનનાં આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા બાદ પાકિસ્તાનની દુનિયાભરમાં પોલ ખોલવાનાં ભાગરૂપે ડીએમકે સાંસદ કનીમોઝીની આગેવાનીમાં એક સર્વદલીય પ્રતિનિધિ મંડળ રશીયા આવી પહોંચ્યુ હતું.
સર્વદલીય પ્રતિનિધિ મંડળનાં નેતાઓએ આતંકવાદ સામે લડવા માટે ભારતના વણલનું પ્રતિનિધિત્વ કરવા માટે પોતાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી અને રશિયાનાં સમર્થનની પ્રસંસા કરી હતી. દરમ્યાન સમાજવાદી પાર્ટીના નેતા રાજીવરાયે કહ્યું હતું કે રશીયા આપણું ઐતિહાસીક મિત્ર છે જે દરેક પરિસ્થિતિમાં આપણી સાથે ઉભુ રહ્યું છે.
રાજીવ રાયે જણાવ્યું હતું કે પાકિસ્તાન માત્ર ભારત માટે જ નહિ બલકે પુરી દુનિયા માટે ખતરો છે. કારણ કે દુનિયામાં એવી કોઈ આતંકવાદી ઘટના નથી બની, જેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા ન હોય.
આ તકે ડીએમકે સાંસદ કનીમોઝીએ કહ્યું હતું કે જયારે આપણે આતંકવાદી હુમલામાં 26 લોકોના જીવ ગુમાવી દઈએ છીએ ત્યારે રશીયાનો સંપર્ક ખુબ જ જરૂરી બની જાય છે. આપણે રાષ્ટ્રાધ્યક્ષોએ હંમેશા મહત્વના મુદા પર એક સાથે કામ કર્યા છે.
ભલે તે વૈશ્વિક મહત્વનું હોય કે ભારત અને રશીયાનાં હિતનુ હોય આ સમયે રશીયાનો સંપર્ક કરવો ખુબ જ મહત્વનો બની જાય છે. મોસ્કોના ડોમોડોવો એરપોર્ટ પર પહોંચેલા સાંસદ કનીમોઝી કરૂણાનિધિ રાજીવરાવ, પ્રેમચંદ ગુપ્તાનું ભારતના રાજદુત વિનયકુમારે સ્વાગત કર્યુ હતુ આ સર્વદલીય પ્રતિનિધિ મંડળે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્કસ અપનાવશે તેમ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy