નવી દિલ્હી:
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદુરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય હવાઈદળના માલપુર એરબેઝની મુલાકાત લઈને જે રીતે સૈન્યનો જુસ્સો વધાર્યો અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ આજે કાશ્મીર અને કાલે કચ્છના લશ્કરી હવાઈ મથકોની મુલાકાત લેશે તો હવે પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ મોદીની ‘નકલ’ ચાલુ કરી છે અને તેઓએ ભારત હુમલામાં નુકસાન પામેલા શિયાલકોટ અને પાર્સસ હવાઈ મથકની મુલાકાત લીધી છે.
પાક વડાપ્રધાનની સાથે પાક. સૈન્ય વડા જનરલ અસીમ મુનીર નાયબ વડાપ્રધાન ઈશાકદાર અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ પણ જોડાયા હતા. પાક વડાપ્રધાન સિયાલકોટ એરબેઝ પર પાક હવાઈદળના અધિકારીઓને મળ્યા હતા. પાકે સેનાએ ત્રાસવાદીઓને ટેકો આપવા ઓપરેશન સુરમાન ઉલ મસરૂર છેડયું હતું.
પાકમાં જેમ જેમ ઓપરેશન સિંદુરની ભયાનકતા બહાર આવતી જાય છે તેમ તેમ હવે આ દેશની સરકાર સામે પ્રશ્ર્ન પૂછાવા લાગ્યા છે અને તેથી પાક વડાપ્રધાન અને સૈન્ય વડાએ આ રીતે સૈન્યની હોવાનો દેખાવ કરવા લાગ્યા છે.
અકકલ વગરની નકલ: શરીફે પાકના એરબેઝની મુલાકાત લીધી
જનરલ મુનીર પણ જોડાયા
નવી દિલ્હી:
ભારતે ઓપરેશન સિંદુરમાં તબાહ કરેલા જૈશ એ મોહમ્મદ તથા લશ્કરે તોયબાના ત્રાસવાદી તાલીમ કેમ્પો પાક સરકાર ફરી બનાવી દેશે.
ત્રાસવાદીઓ સાથેના ગઠબંધનનો પુરો ચહેરો હવે ખુલ્લો પડી ગયા છે. પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી કે ઓપરેશન સિંદુરમાં આ કેમ્પોને નુકશાન થયુ છે.
તેની પાક સરકાર જ ભરપાઈ કરશે અને જેના પુત્ર-પત્ની-ભાઈ સહિત 14 સંબંધીઓ ભારતના હુમલામાં માર્યા ગયા તે મસૂદ અઝહરને રૂા.14 કરોડની મદદ કરશે. મસૂદના પરિવારના દરેક વ્યક્તિ દીઠ રૂા.1-1 કરોડ અપાશે અને ઘાયલોને રૂા.10થીરૂા.20 લાખની મદદ કરશે.
પાક પીએમ યાફિસ તેના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પણ માહિતી પોસ્ટ કરી છે. તા.6-7 મે ની ભારતની કાર્યવાહી સંદર્ભમાં આ મદદ કરશે. ભારતે પાક ઉપરાંત પાક કબ્જાના કાશ્મીરમાં ત્રાસવાદી કેમ્પોનો સફાયો કર્યો છે.
હવે તેને પુન: બાંધવામાં પાક સરકાર મદદ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ આતંકી કેમ્પમાં જે ત્રાસવાદીઓ માર્યા ગયા તેના જનાજામાં પાક સેનાના અધિકારીઓ પણ જોડાયા હતા અને તે તસ્વીરો પણ વાઈરલ થઈ હતી. હવે ત્રાસવાદીઓની મદદથી જાહેરાત કરીને પાક પુરૂ ખુલ્લુ પડી ગયુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy