પાલનપુર માર્કેટ યાર્ડના કર્મચારી નટુભાઇ રાઠોડ વય નિવૃત થતાં સન્માન સમારોહ યોજાયો

Local | Bhavnagar | 11 June, 2024 | 10:20 AM
સાંજ સમાચાર

ભાવનગર, તા.11

પાલનપુરના માર્કેટયાર્ડમાં આવેલી બજાર સમિતિ પાલનપુરના ઓફિસ કાર્યાલયમાં આવેલા બોર્ડ રૂમમાં ડિરેક્ટરશ્રીઓની મીટીંગ મળેલ હતી જેમાં બજાર સમિતિના કર્મચારીની વય મર્યાદા પૂર્ણ થયેલ હોય એવા નટુભાઈ બી.રાઠોડ (નાયી -  માજી સરપંચ દલવાડા)બનાસકાંઠા વાળાને ચેરમેન વા.ચેરમેન તમામ બોર્ડ ડીરેકટરઓ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરી વય મર્યાદા ની નિવૃત્તિમાં વિદાય આપી હતી,

ઉપસ્થિત ચેરમેન ફતાભાઈ ધરિયા, વા.ચેરમેન ભગુભાઈ કુગશિયા, સાથી ડીરેકટર ઓ લાલજીભાઈ કરેણ લાલાવાડા, દિનેશભાઈ કુંણિયા મોરીયા,ડી કે રાણા અસમાપુરા, હરીભાઈ રાતડા ટાકરવાડા,કાનજીભાઈ વળાગાંઠ ખેમાણા, મહેશભાઈ લોહ ચડોતર, બાબુભાઈ પટેલ આકેડી,મોઘજીભાઈ ચૌધરી કરજોડા, દિનેશભાઈ જુઆ માલણ, સુરેશભાઈ પટેલ પાલનપુર,વિજયભાઈ પટેલ બાદરપુરા,મિતભાઈ મોદી પાલનપુર તેમજ સેક્રેટરી  હેમુભાઈ લોહ, આ.સેક્રેટરી રતિલાલ પટેલ,એકાઉન્ટ  ડોહજીભાઈ પટેલ હાજર રહી નોકરીમાં નિવૃત્ત કર્મચારી નટુભાઈ ને સારૂં જીવન રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj