જુનાગઢ,તા.16
જુનાગઢ રહેતી પરણિતાને અગાઉ ભાવનગરના શખ્સ સાથે પ્રેમ સબંધ હોય જે પ્રેમ સબંધ રાખવાની ના પાડતા આરોપીએ જુનાગઢ આવી મારી નાખવાના ઈરાદે છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જુનાગઢ મામાદેવ મંદિર પાસેના એપાર્ટમેન્ટ મધુરમ વિસ્તારમાં રહેતી પરિણીતાને અગાઉ આરોપી અશ્વિન સોલંકી રે. ભાવનગર વાળા સાથે પ્રેમ સબંધ હોય બાદ પ્રેમ સબંધ રાખવાની ના પાડતા આરોપી અશ્વિન સોલંકી અને તેમની સાથેનો એક 25થી 30 વર્ષના આરોપી બન્નેએ જુનાગઢ મામાદેવના મંદિર પાસે આવી ગઈકાલે બપોરના દોડના સુમારે આરોપી અશ્વિન સોલંકી રે. ભાવનગર અને એક અજાણ્યા ઈસમે જાનથી મારી નાખવાના ઈરાદે મોસામાં આવી છરીના ઘા પેટ છાતી અને વાંસામાં મારી લોહીલોહાણ કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ મહિલાએ નોંધાવતા સી ડીવીઝન પીએસઆઈ વી.જે. સાવજે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy