રાજકોટ, તા. 15
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વાહન સ્ટાફ પાર્કિંગમાં મુકવાની ના પાડતા સિકયુરીટી ગાર્ડ પર હુમલો થયો હતો. બનાવથી થોડીવાર માટે અફરાતફરી જોવા મળી હતી. હુમલાખોર હુમલો કરી ભાગી છુટયા હતા.
સુત્રોએ આપેલી વિગત અનુસાર આજે બપોરે એકાદ વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ સામે જે ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડોકટર, નર્સ સહિતના સ્ટાફ માટેનું પાર્કિંગ છે. તે દર્દીના કોઇ સગા બાઇક પાર્ક કરવા જતા હતા. બાઇક પર બે લોકો સવાર હતા. ત્યાં ફરજ પર રહેલા સિકયુરીટી ગાર્ડ હાસમભાઇ માલાણીએ આ બંને વ્યકિતને સમજ આપી કે આ સ્ટાફ પાર્કિંગ છે. જનરલ પાર્કિંગ આગળની તરફ છે.
જોકે સમજવાની બદલે આ વ્યકિતઓ ગાર્ડ હાસમભાઇ સાથે બોલાચાલી કરવા લાગ્યા બેમાંથી એક વ્યકિત જે નશાની હાલતમાં હોય તેવું લાગ્યું. આ વ્યકિતએ હાસમભાઇને અપશબ્દો કહી કાંઠલો પકડી લીધો અને મોઢા પર ધુંબા માર્યા હતા. દરમિયાન અન્ય સિકયુરીટી સ્ટાફ અને ઇન્ચાર્જ સુપરવાઇઝર જગદીશભાઇ દોડી આવ્યા હતા. જેથી નશામાં રહેલો વ્યકિત ભાગીને ઓપીડી બિલ્ડીંગ તરફ ગયો હતો અને ઓપીડી ગેઇટ તરફથી દિવાલ ઠેકી ભાગી છુટયો હતો.
બીજો વ્યકિત જે બાઇક સાથે ત્યાં જ ઉભો હતો. જેથી પોલીસને જાણ કરાતા પીસીઆર વાન દોડી આવી હતી. બાઇક સાથે ત્યાં હાજર વ્યકિતનું નામ સાગર હોવાનું જાણવા મળેલ, હાસમભાઇ દ્વારા અરજી કરાતા સાગરને પ્ર.નગર પોલીસ મથકે બેસાડી પોલીસે હુમલો કરી ભાગી છુટતા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
માર મારી નશામાં રહેલા આરોપી ભાગી છુટયો, પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy