◙ સુરત સીપી અનુપમસિંહ ગેહલૌતની સૂચનાથી પોલીસની અલગ અલગ ટીમોએ કામગીરી હાથ ધરી: સાયબર ફ્રોડથી લોકોને બચાવવા પોલીસ સતર્ક: હજું વધું ગઠિયાઓ પાસા હેઠળ જેલમાં ધકેલાસે
રાજકોટ. તા.09
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત કોઇપણ ભોગે શહેરને ક્રાઈમથી બચાવવા એક બાદ એક કડક પગલાં ભરી રહ્યાં છે. ત્યારે ઓનલાઈન ફ્રોડ, મહિલાની છેડતી ક્રુર વ્યક્તિ, વ્યાજખોરી, ખુન, મારા-મારી, મોબાઇલ સ્નેચીંગ, ઘરફોડ-વાહન ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલ 26 શખ્સોને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેતાં ગુનેગારોમાં સોંપો પડી ગયો હતો અને હજું સાયબર ફ્રોડથી લોકોને બચાવવા ગઠિયાઓને શોધી શોધી પાસા હેઠળ જેલમાં ધકેલવાની કામગીરી પણ આગામી સમયમાં કરવામાં આવનાર છે.
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને શહેરીજનો શાંતીપુર્ણ વાતાવરણમાં રહે તે માટે શહેરમાં ઓનલાઇન સાયબર ફ્રોડ આચરનાર, ક્રુર વ્યક્તિ, વ્યાજખોરી, ખુન, મહિલાની છેડતી, મારા-મારી, મોબાઇલ સ્નેચીંગ, ઘરફોડ ચોરી, વાહન ચોરી, સાદી ચોરી તેમજ પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં પકડાયેલ કુલ 26 અસામાજીક તત્વોને છેલ્લા 08 દિવસમાં પાસા હેઠળ અટકાયતમાં લેવાના હુકમો કરી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપેલ છે.
જેમાં સુરત શહેરમાં ઓફીસ ભાડે રાખી અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક ખાતાની ચેકબુક, એ.ટી.એમ.કાર્ડ, પાસબુક, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ અલગ અલગ કંપીના સીમકાર્ડની કીટ રૂપિયા આપી મેળવી લઈ તથા ફ્લીપકાર્ટ જેવી દેખાતી ખોટી વેબસાઈટ બનાવી ફોન-પે અને ગેટ-વેના ક્યુઆર કોડ બનાવી ફેસબુક ઉપર કીચનવેર તથા ધરવખરીની અલગ અલગ વસ્તુઓ સસ્તા ભાવે વેચવાની જાહેરાત આપી ગ્રાહકો પાસેથી ઓર્ડર મેળવી ગ્રાહકોના રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં મેળવી લઈ ગ્રાહકોને વસ્તુઓ ન પોહચાડી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી આર્થિક લાભ મેળવી આઇ.ટી.એકટ હેઠળના સાયબર ક્રાઇમ સબંધી ગુનો આચરનાર બે આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરી ભુજ તથા મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે અટકાયતમાં મોકલી આપેલ છે.
ચાલુ વર્ષે સાયબર ક્રાઈમના ગુના આચરનાર કુલ 6 આરોપીઓને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલવામાં આવેલ છે. તેમજ ઓનલાઇન સાયબર ફ્રોડના કારણે ઘણા નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોય છે અને મોટી રકમ ગુમાવતા હોય છે. જેથી આવનારા સમયમાં પણ આવી સાયબર ફ્રોડની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવનાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy