રણકાંઠા વિસ્તારમાં વીજ કંપની દ્વારા ભરઉનાળે પીપળી, અખિયાણા, દેગામ ગામે લાઇટ ગુલ રહેતા લોકો પરેશાન

Local | Surendaranagar | 11 June, 2024 | 01:18 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 11
રણકાંઠા વિસ્તારમાં વીજ કંપનીના ભરઉનાળે જ ધાંધિયા સામે આવ્યા છે. જેમાં દસાડા તાલુકાના પીપળી, અખિયાણા, દેગામ ગામે ભર ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે કલાકો સુધી લાઈટ ગુલ થતા વીજ તંત્ર પર ગ્રાહકો લાલઘુમ બન્યા છે. રણકાંઠાની 45 ડીગ્રી પાર ગરમીમાં દિવસ દરમ્યાન અને રાત્રી દરમ્યાન કલાકો સુધી લાઈટ ગુલ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલમાં ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ગરમી ઓછું થવાનું નામ પણ નથી લઈ રહી, ત્યારે દસાડા તાલુકામાં રણના લીધે ગરમીનો પારો 45 ડીગ્રીથી વધારે રહેવા પામે છે. ત્યારે અહીંનું મહત્તમ તાપમાન 46 ડીગ્રી આસપાસ રહેવા પામે છે, ત્યારે હાલમાં દસાડા તાલુકાના રણકાંઠે આવેલા પીપળી ગામે અને આસપાસના અખિયાણા અને દેગામ જેવા કાંઠાના ગામોમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા લોકો ગરમીમાં શેકાયા જેવી હાલત થવા પામી હતી. ત્યારે વિજતંત્રનો સંપર્ક કરતા તેઓ પણ સંપર્ક વિહોણા બન્યા હતા.

ત્યારે હાલમાં નહીં વરસાદ કે નહીં પવન છતાંય વીજળી ગુલ રહેતા ગ્રાહકો રોષે ભરાવા પામ્યા હતા. ત્યારે એક દિવસ વીજળી ગુલ રહેવી તે કોઈ નવાઈની વાત નથી. પરંતુ દિવસમાં અહીં બે વખતથી વધારે દરરોજ વીજળી ગુલ થવા પામે છે, ત્યારે આ ઉનાળાની સિઝનમાં વિજ તંત્રના મેઇન્ટેનસના અભાવે વારંવાર વીજળી ગુલ થવાના કિસ્સાઓ બની રહ્યા છે. લોકો દ્વારા પ્રબળ માંગ ઉઠાવવામાં આવી રહી છે કે, અહીં પૂરતું મેઇન્ટેનસ કરી અને પૂરતા સમય વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે.આ અંગે પાટડી પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર નિલેશ મંડલીએ જણાવ્યું કે, રિપેરિંગ કામ હોય તો જ વિજકાપ આપવામાં આવે છે. છતાં આ બાબતે ધ્યાન રાખી યોગ્ય કાર્યવાહી અવશ્ય કરવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj