દેશની પ્રજા મારી ઉતરાધિકારી: નરેન્દ્ર મોદી

India, Politics | 21 May, 2024 | 03:57 PM
બિહારની ચૂંટણી સભામાં વડાપ્રધાન ભાવુક બન્યા; વિપક્ષો મોદીની આંખોમાં આંસુ જોવા માંગે છે, પણ પરિણામ પછી વિરોધપક્ષો ઉડી જશે
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.21
લોકસભાની ચૂંટણીના અંતિમ બે તબકકાના મતદાન માટે હવે પ્રચારનો દોર શરુ થયો છે. ત્યારે બિહારમાં પ્રચાર રેલીમાં વડાપ્રધાને એમ કહ્યું કે પોતાના કોઇ ઉતરાધિકારી નથી અને દેશની 140 કરોડની પ્રજા જ પોતાની ઉતરાધિકારી છે.

બિહારમાં ચૂંટણી જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિરોધપક્ષો ભ્રષ્ટાચારમાં ડુબેલા છે અને તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. 4થી જુને ચૂંટણી પરિણામોમાં વિરોધપક્ષો   ઉડી જશે.

તેઓએ અન્ય એક જાહેરસભામાં પણ વિરોધપક્ષો પર અનામત મુદ્ે લોકોમાં ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આંબેડકર ન હોત તો એસટી-એસસીને અનામતનો લાભ મળ્યો ન હોત. નેહરૂ-ગાંધી પરિવારના તમામ વડાપ્રધાનોએ અનામતનો વિરોધ કર્યો હતો. એક વોટબેંકને ખુશ કરવા માટે ધર્મના આધારે જેહાદવાળાઓને અનામત આપવા માંગે છે.

તેઓએ કહ્યું કે, કોંગ્રેસ તથા તેમના સાથીદારોએ 60 વર્ષ બરબાદ કરી નાખ્યા હતા. બે-ત્રણ પેઢીઓને તબાહ કરી નાખી છે. મારી સરકારે જુના ખાડા જ ભર્યા છે. ચાંદીની ચમચી સાથે જન્મ લેનારાને મહેનતની ખબર હોતી નથી.

તેમણે એવો પણ પ્રહાર કર્યો કે કોંગ્રેસના નેતાઓ મોદીની કબર ખોદવા માંગે છે. કોઇ મોદીની આંખોમાં આંસુ જોવા માગે છે. વિપક્ષો પાસે મોદીને ગાળો આપવા સિવાય કોઇ મુદા નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj