(પ્રકાશ કારીયા)
ચલાલા, તા. 10
ચલાલા પોલીસે જીલ્લા એસ.પી.સંજય ખરાત ની સુચના અને બાતમી ના આધારે ચલાલા પોલીસ બુટલેગરો દારુ નુ કંટીગ કરે તે પહેલા મોટી ગરમલી ગામે ત્રાટકી વિદેશી દારુ બોટલ નંગ 713 સહીત ટ્રક સાથે રૂપીયા 11,55,570 નો મુદામાલ જબ્બે કરતા વિદેશી બનાવટ દારૂ વહેચનારોમાં ફડફડાટ ફેલાયો છે.
ચલાલા પોલીસ પેટ્રોલિંગ મા હતી ત્યારે ચલાલા પોલીસ ને બાતમી મળેલ હતી કે ખાંભારોડ પર આવેલ મોટી ગરમલી થી ચલાલા તરફ વિદેશી દારુ ની બોટલ ભરેલ ટ્રક આવી રહ્યો છે...
બાતમી ના આધારે ચલાલા પોલીસે ચતુરાઇથી રોડ ની આગળ પાછળ વોચ ગોઠવીદેતા વિદેશી દારુ બોટલ ભરેલ બાર વ્હીલ વાળો હેવી ટ્રક નં. GJ-14-Z 5670 ને આબાદ રીતે ઝડપી લેતા..ટ્રક ની તલાચી લેતા વિદેશી બનાવટ ની કુલ 719 બોટલ અંદાજીત કિંમત રૂપીયા 1,55,370 અને ટ્રક ની કિંમત અંદાજીત રૂપીયા દસ લાખ અને તાલ પતરી નંગ એક કિંમત રૂપીયા બસો એમ કુલ મળી 11,55,530 નો મુદામાલ જપ્ત કરેલ છે.
આ દરમિયાન ભાવેશ મનસુખભાઇ દવેરારહે..સાપર ને પકડી પાડી જેલ હવાલે કરેલ છે..જયારે બાકીના આરોપી બાલા મનુભાઇ કામળીયા રહે..બાબરા, કિશન સુરેશભાઇ દવે રહે..લીલીયા,વિરાજ પ્રવીણચંદ્ રાણા રહે..ઢસા જેઓ પોલીસ ને ચક્મો આપી ફરાર થઈ ગયા હતા.
ચલાલા પોલીસ ઈન્ચાજ પીઆઇ આર. જી. ચોહાણ, હેડ કોન્સ્ટેબલ ભગીરથભાઇ ધાધલ,શીવરાજભાઇ કામળીયા, રમેશભાઈ વાળા, રોહિત ભાઇ રાખોલીયા,નીરજ ભાઇ દાફડા સહીતે આ કામગીરી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy