જુનાગઢ, તા. 21
માંગરોળ તાબેના દરસાલી ગામના સરકારી ખરાબામાં દારૂના કટીંગની તૈયારી વખતે શીલ પોલીસ બાતમીના આધારે રેડ કરતા ટ્રકમાં ચોખાની આડસમાં નાની મોટી દારૂની બોટલો-બીયર સાથે બે શખ્સોને દબોચી લીધા હતા. કુલ રૂા. 21.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રાથમિક પુછપરછમાં રાજસ્થાનના શખ્સે દરસાલીના બુટલેગરને જથ્થો મોકલ્યાનું કબુલ્યુ હતું શીલ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શીલના પીએસઆઇ એસ.એ.સોલંકી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે દરસાલી ગામની સરકારી ખરાબાની જમીનમાં આઇસર ટ્રકમાં કટીંગની પેરવી કરતા હતા ત્યારે પોલીસ પહોંચી ગઇ હતી અને ટ્રકને કોર્ડન કરી લેતા માળીયા હાટીના શેરીયાઝ ખાણનો રિઝવાન ઉમર લાખા અને જમાલવાડીનો ઇરફાન રફીકશા સર્વદી ભાગવા જતા પોલીસે બંનેને દબોચી લીધા હતા.
ટ્રકમાં તપાસ કરતા ચોખાના બાચકાની આડમાં દારૂની નાની- મોટી બોટલો બીયરની બોટલ નંગ 492 રૂા. 1,94,856 બીયર ટીન નંગ 11ર રૂા. 11200, મોબાઇલ નંગ 2 રૂા. 20,000, રોકડ રૂા. 3000, ચોખાના બાચકા નંગ 235રૂા. 87,750 આઇસર ટ્રક કિંમતમાં રૂા. 15 લાખ મળી કુલ રૂા. 21,16,806નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પુછપરછમાં આ જથ્થો રાજસ્થાનના ફતેપુરનો શખ્સ અને દરસાલીનો બુટલેગર મેહુલ રબારીના નામે ખુલતા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy