કેવલમ સોસાયટીમાં દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી: 281 બોટલ સાથે કાલાવડ પંથકનો મહીપાલસિંહ ઝડપાયો

Crime | Rajkot | 11 June, 2024 | 04:00 PM
યુનિ. પોલીસે દરોડો પાડતા જ દોડધામ મચી ગઈ: રાજકોટનો રીઝવાન બેલીમ ફરાર: રૂા.2.88 લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છુટેલા શખ્સની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ તા.11

પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ કેવલમ સોસાયટી પાસે દારૂના કટીંગ વખતે યુનિ. પોલીસ ત્રાટકી હતી અને 281 દારૂની બોટલ સાથે કાલાવડ પંથકના મહીપાલસિંહને દબોચી રૂા.2.88 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે દરોડા વખતે રીઝવાન ઉર્ફે શાહરુખ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ યુનિ. પોલીસ મથકના પીઆઈ સી.એચ.જાદવ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડકોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાળાનું પુષ્કરધામ મેઈન રોડ કેવલમ સોસાયટી સામે સરકારી આવાસ યોજનાના કવાર્ટરમાં આંગણવાડી પાછળ કારમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડતા બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસે મહીપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.24) રહે. મુરીલા, કાલાવડને ઝડપી દારૂની 281 બોટલ અને કાર મળી રૂા.2.88 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે દરોડા વખતે રાજકોટનો રીઝવાન ઉર્ફે શાહરુખ બેલીમ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે પકડેલા શખ્સને દારૂ કયાંથી લાવ્યા અને કયાં સપ્લાય કરવાનો હતો તે અંગેની માહિતી ઓકાવવા પુછપરછ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj