રાજકોટ,તા.21
રાજકોટની પાણી સમસ્યાને ભુતકાળ બનાવી દેનારી "સૌની” યોજના રાજકોટ વાસીઓ માટે જીવાદોરી બની ગઈ છે.અને છેલ્લા કેટલાંક વર્ષોથી આયોજના થકી શહેરનાં આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી પાણી ખુટતુ જ નથી.ત્યારે તાજેતરમાં જ રાજકોટ મહાનગર પાલિકાએ વધુ એકવાર બંન્ને ડેમોમાં નર્મદાનિર છોડવાની સરકાર પાસે માંગણી કરી હતી.
જેને તુરંત સ્વિકારી છેલ્લા પખવાડિયા કરતા વધુ સમયથી આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનાં ભરપૂર પાણી છોડવામાં આવી રહ્યા છે.અને હજુ પણ બંન્ને ડેમોમાં નર્મદાનિર છોડવાનું સિંચાઈ વિભાગે ચાલુ જ રાખ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાને પૂર્વ તૈયારીનાં ભાગરૂપે આજી-ન્યારીમાં નર્મદાનિર છોડવામાં આવી રહ્યા છે. અને હવે આવતા ચોમાસા સુધી રાજકોટવાસી સૌને પાણીની કોઈ સમસ્યા નડે નહી તે માટે બંન્ને ડેમો 100 ટકા ભરાઈ જાય ત્યાં, સુધી સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવનાર છે.
દરમ્યાન રાજકોટ સિંચાઈ વિભાગના ઈજનેરી સૂત્રો માંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજી-ન્યારીમાં છેલ્લા પખવાડિયા કરતા વધુ સમયથી સૌની યોજનાનાં નિર છોડવામાં આવી રહ્યા છે. ત્યારે ભર શિયાળામાં આજની સ્થિતિએ બંન્ને ડેમો 80 ટકા કરતા વધુ ભરાઈ ગયા છે.સિંચાઈ વિભાગનાં ઈજનેરી સૂત્રોનાં જણાવ્યા મુજબ આજની સ્થિતિએ આજી-1 ડેમ 84 ટકા ભરાઈ ગયો છે.હાલમાં ડેમમાં 785 એમ.સી.એફ.ટી.પાણીનો જીવંત જથ્થો છે. અને ડેમની સપાટી 26.67 ફૂટે પહોંચી ગઈ છે. પ્રાપ્ત વધુ વિગતો મુજબ છેલ્લા પખવાડિયા દરમ્યાન જ આજી-1માં 315 એમ.સી.એફ.ટી.નવુનિર છોડાઈ ચુકયુ છે. અને હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ જ છે.જયારે, ન્યારી-1 ડેમ આજની સ્થિતિએ 82 ટકા ભરાઈ ગયો છે. અને ડેમની સપાટી 23.45 ફુટે પહોંચી જવા પામી છે.
હાલમાં ન્યારીમાં 1023 એમસીએફટી પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ છે. જયારે, પખવાડીયા દરમ્યાન ન્યારી-1માં 335 એમ.સી.એફ.ટી. નવુ પાણી છોડી દેવાયુ છે. અને હજુ પણ ડેમમાં પાણી છોડવાનું ચાલુ છે. સિંચાઈ વિભાગ અનુસાર બંન્ને ડેમો 100 ટકા ભરાઈ જાય ત્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રખાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy