મુંબઈ :IPL ના ચેરમેન અરુણ ધુમલે આગામી મીડિયા-રાઇટ સીઝન 2028થી ટુર્નામેન્ટમાં કોઈ પણ નવી ટીમ ઉમેર્યા વગર 84થી 94 મેચ રમાશે એવા સંકેત આપ્યા છે. 2022થી હમણાં સુધી IPL માં 10 ટીમ વચ્ચે 74 મેચેની સીઝન રમાઈ રહી છે.
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘અમે ICC માં ચર્ચા કરી રહ્યા છીએ, અમે BCCI માં આંતરિક ચર્ચા કરી રહ્યા છીએ. દ્વિપક્ષીય અને ICC ઈવેન્ટ્સ, ફ્રેન્ચાઇઝી ક્રિકેટ અને T20 ક્રિકેટના સંદર્ભમાં ફેન્સની રુચિ કેવી રીત બદલાઈ રહી છે એ જોતાં અમે એના વિશે વધુ ગંભીરતાથી વાત કરવી પડશે અને રમતના હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્ય કેવી રીતે બનાવી શકીએ એ જોવું પડશે.
આદર્શ રીતે, અમે એક મોટી વિન્ડો રાખવા માગીએ છીએ, કદાચ કોઈ સમયે 74થી 84 અથવા 94 મેચ સુધી જઈશું... જેથી દરેક ટીમને ઘરે અને બહાર દરેક ટીમ સામે રમવાની તક મળે, એના માટે અમારે 94 મેચની જરૂર છે. હાલમાં (ટીમની સંખ્યા મામલે) દસ એક સારો આંકડો છે. ટુર્નામેન્ટમાં રસ અને આપણે જે ક્રિકેટ રમીએ છીએ એની ગુણવત્તા સર્વોપરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy