ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વિવિધ રાજ્યોમાં ચૂંટણી રેલી

વડાપ્રધાન મોદીનો આજે મુંબઈના ઘાટકોપરમાં રોડ શો, અમિત શાહ બંગાળ - ઓડિશામાં પ્રચાર કરશે

India, Politics, Lok Sabha Election 2024 | 15 May, 2024 | 03:03 PM
20 મેના પાંચમા તબક્કાના મતદાન પૂર્વ ચૂંટણી પ્રચાર ફૂલ જોશમાં : રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે યુપી અને ઓડિશામાં પ્રેસ કોન્ફરન્સ, રેલી સંબોધશે
સાંજ સમાચાર

મુંબઈ : ચૂંટણી પ્રચારના ચાર તબક્કા પૂર્ણ થયા બાદ છેલ્લા ત્રણ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે ઉત્તેજના વધી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. ભાજપનો સૌથી મોટો ચહેરો અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તેમના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે.

બીજેપી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર પીએમ મોદી ડિંડોરીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. બપોરે 3.15 કલાકે રેલી યોજાશે. આ પછી વડાપ્રધાન કલ્યાણમાં જનસભાને સંબોધિત કરશે, તેનો સમય લગભગ 5.15 વાગ્યાનો છે. કલ્યાણની જાહેર સભા બાદ પીએમ મોદી મુંબઈ નોર્થ ઈસ્ટ લોકસભા સીટ પર પ્રચાર માટે રોડ શો કરશે.

રોડ શોનો સમય સાંજે 6.45 કલાકે નક્કી કરવામાં આવ્યો છે જે ઘાટકોપરમાં યોજાશે. વડાપ્રધાન મોદી મુંબઈ નોર્થ ઇસ્ટના ભાજપના ઉમેદવાર મિહિર કોટેચા માટે પ્રચાર કરશે. 

 

શાહે બંગાળ અને ઓડિશામાં કમાન સંભાળી : 
પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લેશે.  શાહ પશ્ર્ચિમ બંગાળના હુગલીમાં સવારે 11 વાગ્યે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.  સેરામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે હુગલીના મોસાત બજારમાં રેલીનો પ્રસ્તાવ છે. 

આ પછી શાહ ઓડિશા જવા રવાના થશે.  શાહ ઓડિશામાં ચૂંટણી જાહેર સભા અને રોડ શો કરશે.  બીજેપી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, આસ્કા લોકસભા ક્ષેત્રમાં બપોરે 2 વાગ્યે ચૂંટણી સભા યોજાશે.  આ રેલી 

ગંજમ જિલ્લાના સુરાડા ડેમ બાજુથી આયોજીત થવાની છે.  આ પછી શાહ કટકમાં રોડ શો કરશે.  શાહ કટક લોકસભા સીટના પ્રચાર માટે સાંજે 5.30 વાગ્યાથી રોડ શો કરશે.

જોરશોરથી ચૂંટણી પ્રચારની આ શ્રેણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ત્રણ રાજ્યોની મુલાકાત લેશે.  નડ્ડા બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લેશે.  નડ્ડા બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

 

કોંગ્રેસ નેતા ખડગે અને રાહુલ ગાંધીના કાર્યક્રમો 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં પ્રચાર કરશે.  અહેવાલો અનુસાર, ખડગે બુધવારે સવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.  આ પછી લગભગ 1.30 વાગ્યે રાયબરેલીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.  ખડગે બપોરે 3.15 વાગ્યે અમેઠીમાં જનસભા કરી શકે છે. 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઓડિશાના બોલાંગીરમાં રેલી કરી શકે છે.  પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ ભુવનશ્ર્વરમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ પાર્ટીના ઓડિશા પ્રભારી અજોય કુમારે કહ્યું છે કે ખડગે 16 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે ઓડિશાના કંધમાલ જઈ શકે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj