ધો.10 માર્ચ-2025નું ધોળકિયા સ્કૂલ્સનું ગૌરવવંતુ પરિણામ

Local | Rajkot | 09 May, 2025 | 05:14 PM
પરિણામોનો નવો રેકોર્ડ બનાવે છે અને ફરી પોતાના જ રેકોર્ડને તોડીને નવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે : બોર્ડ પ્રથમ પાંચ વિદ્યાર્થી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 9
ગઇકાલે જાહેર થયેલા એસએસસી બોર્ડ-2025ના પરિણામમાં પણ ધોળકિયા સ્કૂલ્સ-સાયન્સ-કોમર્સના પરિણામોની જેમ જ છવાઈ ગઈ હતી. 99.99 પીઆર સાથે આ પરિણામમાં 5-5 વિદ્યાર્થીઓ ઝળકી ઉઠયા હતા.

ધો. 10માં શાળાનાં અડધાથી પણ વધુ (55%) વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં 80% થી પણ વધુ ગુણ મેળવ્યા જે શાળાના શિક્ષણની શ્રેષ્ઠતા દર્શાવે છે. કોઈ એક જ સ્કૂલમાંથી આટલી મોટી સંખ્યામાં હોનહાર તેજસ્વી તારલાઓ સમગ્ર ગુજરાતમાં ચમકી ઉઠ્યા હોય તેનું એકમાત્ર કારણ 54 વર્ષના કેળવણીના ક્ષેત્રનો વારસો, સમર્પિત કેળવણીકારોનું સંચાલન, વિષય નિષ્ણાંત અને અનુભવી શિક્ષણ ગણ, બાલમંદિરથી 12 ધોરણ સુધી લેવાતી વિશેષ કાળજી અને સૌથી વિશેષ રાજકોટ શહેરના વાલી ગણનો ધોળકિયા સ્કૂલ્સ પર મૂકેલો વિશ્વાસ છે.

બોર્ડનું પરિણામ જાહેર થતા જ ધોળકિયા સ્કૂલનું પટાંગણ વિધાર્થીઓ અને વાલીશ્રીઓના ઉત્સાહ સાથે ઝુમી ઉઠ્યું હતું. આવું ધમાકેદાર પરિણામ જાહેર થતા જ વિધાર્થીઓ સંગીતના સથવારે ધોળકિયા સ્કૂલ્સના આંગણે ઝુમી ઉઠયા હતાં.

વિધાર્થીઓએ એકબીજાને મીઠાઈઓ ખવડાવવી આ ખુશીના વાતાવરણને વધુ ખુશનુમા બનાવ્યુ હતું. પોતાના સંતાનોની મહેનતના પરિણામને બિરદાવતા ધોળકિયા સ્કૂલ્સના વાલીઓએ મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયાનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર ગુજરાત રાજય કક્ષાએ ધોરણ-12 (સાયન્સ), ધોરણ-12 (કોમર્સ)માં અને ધોરણ-10માં સર્વશ્રેષ્ઠ રીઝલ્ટ મેળવી દર વર્ષે શ્રેષ્ઠ પરિણામની હેટ્રીક મેળવતી ધોળકિયા સ્કૂલ્સને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.

આમ, દરેક બોર્ડ રીઝલ્ટમાં ધોળકિયા સ્કૂલ્સ પોતાના રેકોર્ડ બનાવે છે અને ફરી એ જ રેકોર્ડને તોડીને નવા રેકોર્ડનો ટાર્ગેટ બનાવે છે. તે બદલ સંચાલકોએ વિદ્યાર્થીગણ, વાલીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj