મુલ્લાનપુર: છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 245/6 રન બનાવવા છતાં હારનો સામનો કરનાર પંજાબ કિંગ્સ (PBKS) ને હવે તેમના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ના પડકારનો સામનો કરવો પડશે.
મંગળવારે મુલ્લાનપુરમાં રમાનારી આ મેચમાં પંજાબ માટે સૌથી મોટી ચિંતા તેમની બોલિંગ છે, જે છેલ્લી મેચમાં 246 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી.
અભિષેક શર્માની 55 બોલમાં 141 રનની જબરજસ્ત ઇનિંગે પંજાબને બેકફૂટ પર મૂકી દીધું. સિનિયર સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને ગ્લેન મેક્સવેલે સાત ઓવરમાં 6 રન આપ્યા. આ પ્રદર્શનથી પંજાબના બોલિંગ યુનિટનું મનોબળ ચોક્કસપણે ઘટી ગયું હશે.
ટીમ મેનેજમેન્ટની ચિંતા
હવે ટીમ મેનેજમેન્ટ સામે પડકાર એ છે કે, હોમ ગ્રાઉન્ડ પર કેવા પ્રકારની પિચ તૈયાર કરવી જોઈએ - ફ્લેટ કે સ્પિન ફ્રેન્ડલી. કોલકાતા પાસે મજબૂત ખેલાડીઓ હોવાથી બંને વિકલ્પો ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ, લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે બાકીની ઈંઙક મેચોમાંથી બહાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy