(અશોક જોશી)
ગોંડલ,તા.15
ઘોઘાવદરમાં પુષ્ટિ સત્સંગ શીબીર યોજવામાં આવી હતી.જેમાં વૈષ્ણવાચાર્ય ગૌ.108 પરાગકુમાર મહોદય (રાજકોટ માણાવદર વાળા)નાં સ્વમુખેથી ગામનાં પટેલ સમાજ ભવનમાં ભાવીકોને સ્વમાર્ગીય સ્તોત્ર પાઠ સેવા રીતે પ્રિત ભગવદ વાર્તા જપ પાઠનું મહત્વ વૈદીક સાસ્ત્રો, ગ્રંથોની સમજ આચાર વિચાર સંપ્રદાયનાં આચાર્યો, તેના વંશજો, તેના રચીત ગ્રંથો, સેવાક્રમ, સંપ્રદાયનાં સેવ્ય નિધી સ્વરૂપોની સમજ આશ્રય અન્યાશ્રય સેવા પ્રકાર સહીત જીવનમાં ભગવદઆશ્રય દ્રઢ રાખી જીવન જીવવાની શીખ રસમય સરળ ભાષામાં સમજાવેલ ગામનાં નાના બાળકોને સહજતાથી સાંપ્રદાયીક ધાર્મિક જ્ઞાન મળે તે માટે ગામમાં પાઠશાળા ખોલાવી તેમાં સામેલ સૌને નિ:શુલ્ક જરૂરી સાંપ્રદાયીક સાહીત્ય આપના તરફથી આપી આવા અભ્યાસ ક્રમનું મહત્વ સમજાવેલ.આ શીબીરમાં ગામનાં તેમજ બહારગામનાં ભાઈઓ બહેનોએ વતનામુત સાથે પ્રભુનાં ઉત્સવ દર્શન, વધાઈ, કિર્તન, રાસ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy