જામનગર તા.15
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્રારા આજે દિગ્વિજય પ્લોટ ઓશવાલ હોસ્પિટલ થી પવન ચક્કી માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.જેમાં શાકભાજીની ,ચાની ખાણીપીણી સહિતની રેકડીઓ જપ્ત કરીને રોડ ખુલ્લો કરાવેલ હતો.
જામનગર મહાનગરપાલિકા દ્રારા જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે રેકડીઓ સહિતના દબાણો દૂર કરવા એસ્ટેટ શાખા ઝુંબેશ હાથ ધરી છે.જેમાં આજે દિગ્વિજય પ્લોટ ઔશવાલ હોસ્પિટલ થી પવનચક્કી રોડ ઉપર દબાણો દૂર કરવા કામગીર હાથ ધેઈ હતી.જેમાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર રેકડીઓ,ફુલના, ચાના, સહિતની શાકભાજીની રેકડીઓ પાથરણા સહિતનો માલસામાન દૂર કરીને જપ્ત કર્યો હતો.
અત્રે એ ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલા દિગ્વિજય પ્લોટ ઓશવાલ હોસ્પિટલ સર્કલમાં ગેરકાયદેસર દબાણો દૂર કરેલ હતા. ત્યાં ફરી દબાણો થઈ જતા આ દબાણો દૂર કરીને દબાણકારોને ફરી દબાણ ન કરવા સૂચના. એસ્ટેટના અધિકારીએ આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy