અમદાવાદ,તા.14
રાહુલ ગાંધીના ગુજરાતના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. જેમાં તેઓ આવતીકાલે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે એ.આઈ.સીસીના 43 નિરીક્ષકો 7 સહનિરીક્ષકો અને કોંગ્રેસના નિરીક્ષકો સાથે ઓરીયેન્ટેશન બેઠક યોજશે.
ત્યારબાદ તા.16ના સંગઠ્ઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે મોડાસાથી પાઇલટ પ્રોજેક્ટની શરૂઆતની સાથે કાર્યકર સંવાદ પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જે કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો એમાં બંને દિવસ મોડાસાના કાર્યક્રમો હતા. નવા કાર્યક્રમ મુજબ એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ભાજપને ગુજરાતમાં હરાવવા કોંગ્રેસે ચેલેન્જ આપી છે 2027માં ભાજપને ગુજરાતમાં હરાવવા માટે કોંગ્રેસે ચેલેન્જ આપી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયા બાદ કોંગ્રેસે જે ઠરાવો કર્યા છે તેની અમલવારીની દિશામાં પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં કોંગ્રેસે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસે એઆઈસીસી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓની ઓબ્ઝર્વર તરીકે નિમણક કરી છે.
43 પ્રમુખો નક્કી કરવા માટે જે ગ્રુપ બનાવવામાં આવશે તેમાં કન્વિનર તરીકે એઆઈસીસીના ઓબ્ઝર્વર રહેશે. જ્યારે તેઓની સાથે પીસીસીના ચાર ઓબ્ઝર્વર રહેશે.પ્રદેશ કોંગ્રેસમાંથી પ્રભારી તરીકે નિયુક્તિ માટે એઆઈસીસી દ્વારા નીચેના માપદંડ નક્કી થયેલા અને જે આ માપદંડમાં આવતા હોય તેને જ પ્રભારી બનાવવામાં આવેલ છે.
કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની પસંદગી માટે જે નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે તે નીચે મુજબ છે. જેમાં એઆઈસીસીના 50 અને પ્રદેશ કોંગ્રેસના 183 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં યુવા કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીની જાહેરાત કરતા સજ્જાદ તારીખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવા કોંગ્રેસ ચૂંટણી પ્રકિયામાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે અને તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તે માટે આહવાન કર્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં મેમ્બરશિપ ઓનલાઈન કરવામાં આવશે અને તાલુકા, વિધાનસભા, જિલ્લા અને રાજ્યસ્તરે મેમ્બરશિપની શરૂઆત કરીને યુવાનોને જોડવાનું કામ કરવામાં આવશે.
આ યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રકિયામાં 18થી 35 વર્ષની વયના યુવાનો નોમિનેશન કરી શકશે. આ યૂથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી એપ્રિલ મહિનાની 21 તારીખથી 30 તારીખ સુધી નોંધાવી શકશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy