નવી દિલ્હી,તા.24
વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગઈકાલે અચાનક જ દિલ્હી યુનિ.ના કેમ્પસમાં પહોંચતા જબરી બબાલ સર્જાઈ હતી અને યુનિ.એ પણ કોઈ પુર્વ મંજુરી કે જાણ વગર આ રીતે કેમ્પસમાં મુલાકાત બદલ રાહુલ ગાંધીની ટીકા કરી હતી.
રાહુલ ગાંધી અચાનક જ યુનિ.ના નોર્થ કેમ્પસમાં પહોંચ્યા હતા. તેઓ અહી આંબેડકર હોસ્ટેલમાં બિહારના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસનો દાવો છે કે દિલ્હી યુનિ. સ્ટુડન્ટ યુનિયન અને એનએસયુઆઈના આમંત્રણથી રાહુલ ગાંધી પહોંચ્યા હતા.
તેઓએ અહી શેડયુલ કાસ્ટ અને શેડયુલ ટ્રાઈબ અને ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. જો કે દિલ્હી યુનિ.એ જણાવ્યું કે રાહુલ ગાંધીએ જાણ કરીને આવવાની જરૂર હતી. ભવિષ્યમાં તેઓ આમ નહી કરે તેવી આશા છે.
રાહુલ ગાંધી લગભગ એક કલાક સુધી કેમ્પસમાં રોકાયા અને તે સમય દરમ્યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ રાહુલ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
બીજી તરફ પોલીસે દિલ્હી યુનિ. સ્ટુડન્ટ યુનિયનની ઓફિસ કોર્ડન કરી લીધી હતી પણ રાહુલ ગાંધી આંબેડકર હોલ પહોંચી ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy