રાજકોટ. તા.09
અનેક ઘરફોડ-વાહન ચોરીમાં સંડોવાયેલ રાહુલ ઉર્ફે ટકો પાસામાં વડોદરા જેલમાં ધકેલી દેવાયો હતો. જે અંગે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કામગીરી કરી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી.બી.બસીયા દ્વારા અવારનવાર ગુના આચરતાં શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અનેક ઘરફોડ, વાહન ચોરીમાં સંડોવાયેલ રાહુલ ઉર્ફે ટકો અશોકભ વિકાણી (ઉ.વ.23, રહે. હાલ શાસ્ત્રી મેદાન ફુટપાથ પર લિંમડા ચોક પાસે) વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે પોલીસ કમિશ્નર દ્વારા મંજુર કરવામાં આવી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવાનો હુકમ કરતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડી જેલ હવાલે કરવાં તજવીજ આદરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy