નવી દિલ્હી, તા. 18
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના બે પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે પૂરી રીતે એકબીજાની સામસામા આવી ગયા છે અને ચૂંટણી પ્રચારનો પ્રારંભ થતા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી હવે આમ આદમી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ખુલ્લો મોરચો માંડશે.
નવી દિલ્હી ધારાસભા બેઠક કે જયાં કેજરીવાલ સતત ચોથી વખત ચૂંટાવવા માટે લડી રહ્યા છે ત્યાં ત્રિપાંખીયા જંગમાં રાહુલ ગાંધી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત માટે પણ પ્રચાર કરશે. જોકે રાહુલ ગાંધીએ અત્યારથી જ પેરીસવાળી દિલ્હી કેમ્પેઇન છેડી દીધુ છે. એક તરફ તેઓ કેન્દ્રમાં મોદી શાસનને ટાર્ગેટ બનાવી રહ્યા છે.
તો બીજી તરફ દિલ્હીના એક ખુલ્લા નાળાની મુલાકાત લઇને તેઓએ દિલ્હીને પેરીસ બનાવવાના કેજરીવાલના એક સમયના વચન પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ‘પેરીસ જેસી દિલ્હી સબ જગહ યહી હાલ હૈ’ આમ કહીને તેણે આમ આદમી પાર્ટીના શાસનને સીધો પડકાર ફેંકયો છે.
રાહુલ ગાંધી વતી આ તસ્વીર કોંગ્રેસે તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને લખ્યુ છે કે, દિલ્હીને પેરીસ બનાવવાના કેજરીવાલના દાવા છતાં પણ આજે દિલ્હી એક ગંદા નાળા જેવું બની ગયું છે.
દિલ્હીના લોકોને ગટર અને નાળાની આસપાસ રહેવાની ફરજ પડી રહી છે. ર019માં કેજરીવાલે દિલ્હીને ટોકયો, લંડન અને પેરીસ બનાવવાનું વચન આપ્યું હતું અને પોતાને ફરી ચૂંટી કાઢવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ તેના પર સીધો પ્રહાર કર્યો છે. તો બીજી તરફ ભાજપ અને મોદી સરકાર સામે મોંઘવારી સહિતના મુદ્દે પણ મોરચો ખોલી દીધો છે.
ખાસ કરીને દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના મુદે મોદી સરકારને ઘેરવા કોશીશ કરી છે અને શિલા દીક્ષિત શાસનને યાદ અપાવ્યું છે. દિલ્હીમાં રસપ્રદ રીતે ચૂંટણી જંગમાં એક તરફ અખિલેશ યાદવ, મમતા બેનર્જી સહિતના વિપક્ષી નેતાઓએ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં બહાર આવ્યા છે.
ભાજપને પરાજીત કરવા કેજરીવાલને જીતાડવા જરૂરી હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ ખોટા વચનો અને કુપ્રચારનો આક્ષેપ કરીને મોરચો માંડયો છે. અગાઉ કેજરીવાલે રાહુલ ગાંધી પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે તેઓને કોંગ્રેસ બચાવવાની ચિંતા છે તેથી મારા સામે પ્રચાર કરી રહ્યા છે.
‘આપ’ની વધુ એક રેવડી: બે દિવસમાં ભાડુતને પણ વિજળી-પાણી ફ્રી
ભાજપની પોલ-ખોલ-સ્ક્રિનીંગના ‘આપ’ના કાર્યક્રમને અટકાવતી દિલ્હી પોલીસ
નવી દિલ્હી:
પાટનગર દિલ્હીની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પક્ષ દ્વારા રેવડીઓની બૌછાર થઈ ગઈ છે. તમામ પક્ષો તેમાં એકબીજાથી વધુ રેવડીના વચનો આપી રહ્યા છે તે સમયે પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાડેથી રહેતા લોકોને પણ ફ્રી વિજળી-પાણીનો લાભ મળશે તેવી જાહેરાત કરી છે.
તેઓએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમારી સરકાર ચુંટણી બાદ આ અંગે ખાસ યોજના લાવશે જેમાં ભાડાના મકાનમાં રહેતા લોકોને પણ ફ્રી વિજળી-પાણી મળશે. તેઓએ ભાજપ પર તાનાશાહી વલણ અપનાવવાનો આરોપ મુકયો હતો.
આજે આમ આદમી પાર્ટીએ ભાજપના ષડયંત્રનો પર્દાફાશ કરતી હોવાના આક્ષેપ સાથેની એક ફિલ્મનું સ્ક્રિનીંગ રાખ્યું હતું પણ છેલ્લી ઘડીએ દિલ્હી પોલીસે તે અટકાવી દીધું હતું અને કેજરીવાલે આરોપ મુકયો કે ભાજપના કહેવાથી આ સ્ક્રિનીંગ રોકાયુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy