મોરબીના જલારામ એપાર્ટમેન્ટમાં દારૂ અંગે દરોડો

Crime | Morbi | 16 May, 2025 | 12:08 PM
48 બોટલ કબ્જે-માલિકની શોધખોળ: શાપરની સીમમાંથી પણ દેશી-વિદેશી દારૂ જપ્ત
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી, તા.16
મોરબીના રણછોડનગર પાસે આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા સાગરભાઇ પલાણના રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 48 બોટલ મળી આવી હતી.

જેથી પોલીસે 64,800 ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપી સાગરભાઇ કાંતિલાલ પલાણ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા દર્શન વરાળીયાના ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 13 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 10,198 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા (31) ને ધરપકડ કરી હતી.

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે પવન મિનરલ્સ કારખાના સામેથી દારૂની 15 બોટલ સાથે પોલીસે 7,878 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભાવેશ વિષ્ણુભાઈ વિરમગામ (23) રહે. રંગપર ગામે તળાવ કાંઠે મોરબી મૂળ રહે. હિંમતપુર તાલુકો પાટડી વાળાની ધરપકડ કરી હતી.

દેશી દારૂ
મોરબીના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસેથી 80 લીટર દારૂના જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 16,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આરોપી ફરીદ યાસીનભાઇ મેર (19) રહે. વીસીપરા વિજયનગર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો તેને મહેબૂબ બચુભાઈ ભટ્ટી રહે. બાયપાસ રોડ દલવાડી ચોકડી સરકારી આવાસ યોજના પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj