#video રાજકોટ : હું ગુજરાતના કોઈ પણ બહેનની લાગણી અને આત્મ સન્માન સાથે છું : દર્શિતા શાહ
મેયર નયનાબેન પેઢડીયાનો સરકારી ગાડી લઈને મહાકુંભમાં જવાનો મામલો : સમગ્ર મામલે ધારાસભ્ય ડો.દર્શિતા શાહનું નિવેદન : મેયર રાજકોટના પ્રથમ નાગરિક છે અને પવિત્ર સ્નાન કરવા ગયા હતા : તેઓ ગાડી લઈને ગયા ત્યારે સરકારી નિયમ મુજબ મનપા કમિશનરની પરવાનગી લઈને ગયા હતા : જે નિયમ છે તે મુજબ તેઓએ પૈસા પણ જમાં કરવી દીધા છે : આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે એક નહિ રાજકોટ અને ગુજરાતના કોઈ પણ બહેનની લાગણી અને આત્મ સન્માન સાથે છું : હજુ સુધી મારી પાસે આવી કોઈ વાત આવી નથી : મહિલાઓના આત્મસન્માન મુદ્દે હું તમામ મહિલાઓ સાથે છું : 33 ટકા મહિલા અનામત માટે અમારી પાર્ટી જ કામ કરી રહી છે : બહેનોના સન્માન માટે નરેન્દ્રભાઇ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલ સક્રિય છે : આ બાબતે બહેનની સાથે જે કંઈ થયું છે તે અંગે તપાસ ચાલુ છે : અને જે સત્ય હસે તે સામે આવશે : મારી વાત છે ત્યાં સુધી જ્યારથી રાજકારણ માં છું ત્યારથી મને ખબર છે કે મારી પાર્ટી મહિલાઓનું સન્માન કરવામાં આવે તેને આગળ વધારવા માટે સતત સક્રિય રહી છે : આપણે ઘરમાં રહેતા હોઇએ ત્યારે પાંચ લોકો પણ સરખા હોતા નથી : ત્યારે આ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે : જોકે અમારે અને અમારી પાર્ટીને અંદર આવુ હાલ કાઈ નથી #rajkot #sanjsamachar
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy